આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. વિશ્વના તમામ ફોટોગ્રાફરને શુભેચ્છાઓ. આજના દિવસે જાણીએ થોડી આ માટેની જાણકારી.

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. વિશ્વના તમામ ફોટોગ્રાફરને શુભેચ્છાઓ. આજના દિવસે જાણીએ થોડી આ માટેની જાણકારી.

ફોટોગ્રાફી… એ…દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે.પણ ફોટોગ્રાફી લગભગ ૧૭૦વર્ષ જૂની છે.૨૧મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે. 

જેનો મુખ્ય પુરાવો આજે ઘરબેઠા દેશવિદેશના લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. આ અતિ મહત્વના અને માનવ સાથે રોજના જીવનમાં વણાઈ ગયેલા ફોટોગ્રાફીના ઇતિહાસની ટુકમાં ઝાંખી કરીએ:

ઈ.સ.૧૮૩૯આ જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજના અતિ આધુનિક ડીજીટલ કેમેરે સુધીની વિકાસયાત્રા અવિરત કહેલું રહી. ઈ.સ.૧૫૫૮ આ ગીસોવાના બાટીસ્ટા ડેલાપાર્તાએ અંધારાવાડું નાના કાણાવાળું બોક્ષ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું. બાદ ઈ. સ. ૧૮૨૬માં ફિલ્મની શોધ થઇ. ૧૮૩૯માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેન કોડાક કંપનીની સ્થાપના કરી, કોડાકનો બોક્ષ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાના લેન્સની શોધ થતા આજનો અતિ આધુનિક અને સરળ કેમેરા અસ્તિત્વમાં આવ્યા. પેન્ટેક્ષ કોનોકા કેમેરા બજારમાં મુક્યા તો તે સાથે જ કેપ્સુલ કેમેરા, સોનોગ્રાફીના કેમેરા પણ બજારમાં આવ્યા. આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસ્સિંગ માટેની લેબ. દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે.