દિલ્હીના તોફાન અને ખંભાતમાં રવિવારની શાંતિને પગલે ગુજરાતમાં એલર્ટ

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તોફાન તથા ગુજરાતના ખંભાતના અકબરપુરામાં રવિવારે જે હિંસા ફાટી નીકળી હતી તેના પગલે રાજય પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આજે આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અહીના ટાવર ચોક વિસ્તારમાં સેંકડો લોકો ભેગા થયા હતા અને રવિવારની હિંસા માટેના જવાબદાર સામે પગલાની માંગણી કરી છે. આ હિંસામાં બે લોકો માર્યા ગયા હતા. બીજી તરફ પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવાના આદેશ છૂટયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજયમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સતર્ક રહેવા જણાવ્યું છે.