સોમવારે સ્ટેચ્યુ ચાલુ રાખવાના નિર્ણયથી પ્રવાસીઓની સંખ્યા વધશે, તેમના માટે સાવચેતી રાખવી જરૂરી.
દેશમાં ફેલાતો કોરાના વાયરસથી ચિંતિત થઈ હોળીના મિલન સમારંભમાં આવેલ ન થવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો એ લીધો છે.. કારણ કે મિલન સમારોહમાં ભીડ એકત્રિત થઇ હોય છે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, અને ખાસ સંપર્ક કરીને સંપર્કમાં કાળજી ન રખાય અને જો કોઈ પોઝિટિવના સંપર્કમાં આવી જાય તો બીજાને પણ વાઈરસની લપેટમાં આવવાનો ખતરો રહે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા જોકે આમ તો દર સોમવારે સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે, જ્યારે તહેવારને અનુલક્ષીને ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે. તેની સાથે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. શું આ જાહેરાત યોગ્ય છે ? હોળી ધુળેટીનો પર્વ એવો છે જેમાં રંગોની પિચકારીઓનો છોળો ઉડતી હોય છે ત્યારે જો પ્રવાસીઓ હોળી-ધુળેટીનો આણંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માણસે તો કારણ ઉજવણી પર સ્ટેચ્યુ વહીવટી તંત્ર કોઇ જ પ્રકારનો પ્રતિબંધ ફરમાવે નથી. તમામ સ્તરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા જરૂરી પગલાં ભરાય છે. ખૂબ જ જરૂરી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોના સ્વાસ્થ્યની જાળવણી થાય તેની ચિંતા વહીવટદાર રાજીવ ગુપ્તા અને નિલેશ દુબે કરવી જોઈએ.