નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહ
અમદાવાદ: દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે 03 જૂન 2021ના રોજ ગુજરાતમાં નલિયા અને ભૂજ ખાતે એર ફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. સંબંધિત બેઝ કમાન્ડર્સ તેમના સ્વાગતમાં આવ્યા હતા.
એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે આ એર ફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ એર ફોર્સ બેઝ ખાતે તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. એર માર્શલે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી.
આ મુલાકાત દરમિયાન, એરમાર્શલે નલિયા અને ભૂજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલા માપદંડોની પણ સમીક્ષા કરી હતી. એરમાર્શલે તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા માટે અને કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મહામારીનું વ્યવસ્થાપન માટે આ બેઝ દ્વારા નાગરિક પ્રશાસકોને આપેલા સહકાર બદલ તેમની પ્રશંસા કરી હતી