*માનવતા હજુ જીવે છે….અમદાવાદના મણિનગરમા રિક્ષાચાલકએ ઈમાનદારીની મિશાલ પુરી પાડી*

અમદાવાદ* મણિનગર ના રામબાગ ખાતે આવેલ સુપર પૈટોલ પંપ ના કેશિયર સાથે અન્ય કમઁચારી રામબાગ થી રિક્ષા મા એક લાખ ની રોકડ તેમજ પૈટોલ પંપ ના એકાઉન્ટ તેમજ હિસાબી ચોપડા લઈ ને હાટકેસવર કામ માટે જતા અકસ્માત એ તેઓ તે બેગ રિક્ષા મા જ ભુલી ગયા

રિક્ષાચાલક રમેશભાઇ બચુભાઈ ચુનારા એ તે બેગ ધ્યાન મા આવતા તેને લઈ ને તેમાં રહેલ પાસબુક પર ના સરનામા થી તે બેગ લઈ ને પૈટૌલપંપ પર પરત આપવા આવતા પૈટોલ પંપ ના માલિક સહિત કેશિયર પર રિક્ષાચાલક ની પ્રમાણિકતા પર ગવઁ કરી ને તેને બિરદાવ્યો

જોકે બેએક કલાક થી ગુમ થયેલ બેગ ની ફરિયાદ કરવા પોલિસ સ્ટેશન પહોંચેલ કેશિયર ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરે તે પહેલા બેગ લઈ ને આવેલ રિક્ષાચાલક એ તેમને પ્રમાણિક પણે તેમને પરત આપતા તેમની ખુશી નો કોઈ પાર ના રહ્યો