કનૈયા કુમાર CPI નેતા પર ફેંકાયું ચપ્પલ

જન-ગણ-મન યાત્રા’ પર નિકળેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.