ન્યુ દિલ્હી
CBIના નવા બોસની પસંદગી
PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં ત્રણ નામ શોર્ટ લિસ્ટ
UPના DGP, SSBના DG અને ગૃહ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી સ્પર્ધામાં
CBIના નવા ડિરેક્ટર માટે નામો અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સોમવારે યોજાયેલી બેઠકમાં નવા ડિરેક્ટર માટે ત્રણ નામની પસંદગી કરવામાં આવી છે. આ પેનલમાં ભારતના ચીફ જસ્ટીસ એનવી રમના અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશના DGP એચસી અવસ્થી, SSBના DG કુમાર રાજેશ ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વિશે, સચિવ વીએસકે કૌમુદી પૈકી કોઈ CBIના ડિરેક્ટર તરીકે પસંદગી પામશે.
દાવેદાર 1- હિતેશ ચંદ્ર અવસ્થી-
અત્યારે ઉત્તર પ્રદેશના DGP છે. વર્ષ 1985ની બેંચના IPS અધિકારી હિતેશ ચંદ્ર અવસ્થીને એક વર્ષ અગાઉ જવાબદારી આપવામાં આવી હતી. CBIમાં કામ કરવાનો પણ અનુભવ ધરાવે છે. વર્ષ 2005થી વર્ષ 2008 સુધી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)માં DIG અને ડેપ્યુટી ડિરેક્ટર રહ્યા હતા. વર્ષ 2008થી 2013 સુધી CBIમાં IG અને જોઈન્ટ ડિરેક્ટર રહ્યા. બે વખત UPના ગૃહ વિભાગમાં વિશેષ સચિવ બનાવવામાં આવ્યા.
અવસ્થી અવિભાજિત ઉત્તર પ્રદેશમાં ટિહરી ગઢવાલ તથા હરિદ્વારના SP રહ્યા. વર્ષ 2016માં ADGથી DG પદ પર પ્રમોટ થયા DGP કાર્યાલય, ટેલિકોમ, હોમગાર્ડ્સ, એન્ટી કરપ્શન ઓર્ગેનાઈઝેશન (ACO) તથા આર્થિક ગુના અને સંશોધન શાખામાં DG રહ્યાં. વર્ષ 2017થી ડીજી વિજિલન્સ બનાવવામાં આવ્યા. અત્યારે UPના UGP છે.
દાવેદાર 2- આરકે ચંદ્રા
IPS અધિકારી કુમાર રાજેશ ચંદ્ર સશસ્ત્ર સીમા દળ (SSB)ના DG છે. તેઓ અર્ધસૈનિક દળ નેપાળ તથા ભૂટાન સાથે જોડાયેલી સરહદની સુરક્ષા કરે છે. બિહાર કેડરના 1985 બેંચના IPS ચંદ્રા દિલ્હીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ BCASના ડિરેક્ટર રહી ચુક્યા છે. દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ચંદ્રા 31 ડિસેમ્બર,2021ના રોજ નિવૃત થશે. ચંદ્રા વડા પ્રધાન, ભૂતપુર્વ PM અને તેમના પરિવારની સુરક્ષા આપવાનું કામ કરતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં પણ કામ કરી ચુક્યા છે.
દાવેદાર-3- વીએસકે કૌમુદી
વીએસકે કૌમુદી ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ (આંતરીક સુરક્ષા) છે. કૌમુદી આંધ્ર પ્રદેશ કેડરના 1986 બેંચના IPS અધિકારી છે. તેઓ પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરોના ડિરેક્ટર રહી ચુક્યા છે. તેઓ 30 નવેમ્બર 20222ના રોજ નિવૃત થશે.