નર્મદામા વાવાઝોડા મા કેળના પાકને મોટા પાયે નુકશાન
નુકશાની વળતરની માંગ
33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે
33 ટકાથી ઓછા નુકશાન વાળા ખેડૂતને રડવાનો વારો
રાજપીપલા, તા24
નર્મદા જિલ્લામાં મુખ્યત્વે શેરડી અને કેળ ની ખેતી થાય છે ત્યારે હાલ માં જ આવેલ વાવાઝોડાએ નર્મદા જિલ્લાના કેળ ની ખેતી કરતા ખેડૂતોને રાત પાણી એ રોતા કરી દીધા છે જિલ્લામાં 1000હેકટર માં કેળ નું વાવેતર થાય છે અને હવે આ કેળ નો પાક તૈયાર જ હતો તેવામાં આ વાવઝોડાએ આ તમામ ઉભાપાક ને નુકસાન પહોચાડ્યું છે.
જિલ્લાના રાજપીપલા,ધમણાચા,ભચરવાળા,ગામ ના ખેડૂતો નું કહેવું છે કે અમને કેળના એક છોડ પાછળ 125 રૂપિયા જેટલો ખર્ચ લાગે છે ત્યારે સરકારે સર્વે તો કર્યો છે પરંતુ અમને એક છોડ દીઠ 200 રૂપિયા પ્રમાણે વળતળ આપે તો જ અમને વળતર મળ્યું કહેવાય જોકે જિલ્લા નાયબ બાગાયાતી અધિકારી એન.વી.પટેલ નું કહેવું છે કે સરકાર ની ગાઈડ લાઈન મુજબ બાગાયતી પાક માં એકર દીઠ ઝીરો થી તેત્રીસ ટકા સુધી નુકસાની માટે વળતળ મળવા પાત્ર નથી પરંતુ તેત્રીસ ટકા થી સાંઠ ટકા સુધી નુકસાની વળતળ ચુકવવમાં આવશે જેમાં એકર દીઠ વિસ હજાર રૂપિયા ચુકવવામાં આવશે જયારે ખેડૂતો નું કહેવું છે કે અમને ખર્ચ ઘણો આવે છે અને તે માટે સરકાર છોડ દીઠ વળતર ચૂકવે તોજ અમે આગામી વર્ષે ખેતી કરી શકીશું નહીતો અમે પાયમાલ થઇ જઈશું
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા