*નેગેટિવ રિપોર્ટનો આશ્ચર્યજનક જાદુ.*
*૧૦ દિવસની મથામણ પછી એક માણસ પોતાનો કોરોના નેગેટિવનો રિપોર્ટ લઈ હોસ્પિટલના રિસેપ્શન પાસે ઉભો હતો.*
*તેની આજુબાજુ થોડાક લોકો તાળીઓ પાડી તેને અભિનંદન આપી રહ્યા હતા. એ જિંદગીનો એક યુદ્ધ જીતી ને આવ્યો હતો.*
*પરંતુ તે વ્યક્તિના ચહેરા પર હતાશાની ઊંડી છાપ હતી. ગાડીથી ઘરે જતા આખા રસ્તામાં એને યાદ આવી રહ્યો હતો એ ભયંકર આઈસોલેસન નામનો અસહનીય સમયનો સિલસિલો.*
*સાવ ઓછી સગવડતા વાળો નાનો ઓરડો. નામનું અજવાળું. મનોરંજનના કોઈ પણ ઉપકરણોની અનુપસ્થિતિ. કોઈ વાત કરતું નહી. જમવાનું પણ થાળીમાં ભરીને બસ સરકાવી દેવાનો એ સિલસિલો.*
*કેમ પસાર થયા એ દસ દિવસો એ પોતે જ જાણતો હતો.*
*ઘરે પહોંચતાની સાથે સ્વાગત કરવા ઉત્સાહિત પત્ની અને બાળકોને મુકી તે વ્યક્તિ સીધો ઘરના આંગણામાં એક ખુણે આવેલી ઓરડીમાં દોટ મુકી અંદર ગયો જ્યાં એની માં છેલ્લા પાંચ વર્ષોથી પડી હતી.*
*માં ના પગમાં પડી તે ખુબ રડી પશ્ચાતાપના આંસુઓ સાથે માં ને લઈ બહાર આવ્યો.*
*પિતાજીના મૃત્યુ પછી છેલ્લા પાંચ વર્ષોથી વિના વાંકે અસહ્ય એકાંતવાસ (આઈસોલાશન) ભોગવી રહેલી માં ને કહ્યું કે માં આજથી આપણે બધા એક જ ઘરમાં એક સાથે રહીશું.*
*માં ને ખુબ આશ્ચર્ય થયું કે આખરે દીકરાએ તેની પત્ની સામે આવું કહેવાની હિંમત કેમ કરી ?*
*આટલો મોટો હૃદય પરિવર્તન એકાએક કેમ થયું ?*
*દીકરાએ પછી પોતાના એકાંતવાસની બધી જ પરિસ્થિતિ માં ને કહી. અને કહ્યું હવે મને અહેસાસ થયો કે એકલતા કેટલી દુઃખદાયક હોય છે ?*
*દીકરાની નેગેટિવ રિપોર્ટ એના જીવનની પોઝિટિવ રિપોર્ટ બની ગઈ.*
*બસ આનું નામ જિંદગી.*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻