જામનગર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

*જામનગર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી*


જામનગર: જામનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સ્વ. રાજીવ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન અને ૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટા હતાં, ભારત ના આધુનિક ઘડતર માટે વિશેષ યોગદાન આપનારા સ્વ. રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે. સ્વ.રાજીવ ગાંધી એ વડાપ્રધાન તરીકે નાં તેમના કાયૅકાળ દરમિયાન અનેકવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્રાંતિ નાં અને ટેલીફોન ક્ષેત્રે ભારત ની પ્રગતિ એ સ્વ. રાજીવ ગાંધી નું ૨૧ મી સદીના સમગ્ર ભારતના સ્વપ્નદ્રષ્ટા હતાં.
સ્વ. રાજીવ ગાંધી એ યુવાનોને અઢાર વર્ષની વયે મત્તાધિકાર આપેલ પંચાયતીરાજ માં પણ મહિલા ઓને ૩૩% અનામત બેઠક આપેલ આરોગ્ય ક્ષેત્રે પણ સ્વ.રાજીવ ગાંધી એ ટેકનોલોજી મિશન દ્વારા રસીકરણ કાયૅક્રમ અમલમાં મૂકી**પોલીયો મુક્ત ભારત** અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન ને કારણે આજે ભારત પોલીયો મુક્ત રાષ્ટ્ર બની ચુક્યું છે.
સ્વ.રાજીવ ગાંધી એ અનેકવિધ દેશ ઉપયોગી ઘણા કાયૉ કરેલ છે જે આજે સ્વ. રાજીવ ગાંધી ની પુણ્યતિથી નિમિત્તે અમો જામનગર જીલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલા આ કોરોના મહામારી માં ઘણા પરિવારો ના વ્હાલ સોયા જીવો ગુમાવ્યા તેને બે મિનિટ મૌન રાખી ત્યારબાદ સ્વ. રાજીવ ગાંધી ની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરવા આવી હતી. જેમાં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી શ્રી જીવણભાઈ કુભંરવાડીયા સાહેબ તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના માનનીય અધ્યક્ષશ્રી દિગુભા જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ અધ્યક્ષશ્રી માનનીય કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બિપેન્નદ્નસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ( સંગઠન) કે.પી.બથવાર તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્ર સિંહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા સહારાબેન મકવાણા કોંગ્રેસ આગેવાન શ્રી એ.કે.મહેતા તથા જામનગર જીલ્લા અનુ.જાતિ નાં પૂર્વ ચેરમેન રમેશભાઈ પારઘી,કોપૉરેટર શ્રી કાસમભાઈ જોખીયા તથા જામનગર જીલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ હોદેદારો અને કાર્યકરો દ્વારા માસ્ક તથા ફ્રુટ ની વહેચણી ગરીબોને વિતરણ કરવામાં આવી હતી.