નર્મદા બિગ બ્રેકીંગ
ટેન્ટ સીટી કેવડિયાખાતે
સાગ અને ખાખરના અનામત પ્રકારના વૃક્ષ વિના પરવાનગીએ કાપી નાખતા
લલ્લુજી એન્ડ સન્સના એમડીને કેવડિયા વન વિભાનું તેડું
૨૮/૦૫/૨૦૨૧નાં રોજ
કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસ કેવડીયાની કચેરીએ હાજર થવા સમન્સ પાઠવ્યું
આરક્ષિત વન જમીનમાં 7 જેટલા ટેન્ટઉભા કરી
ગેરકાયદે વૃક્ષો ઉગાડી
વૃક્ષ છેદનની કામગીરી કરતા કાર્યવાહી હાથ ધરાશે
ટેન્ટ સીટીના સત્તાધીશો સામે ચાલતી ગેરકાયદે કામગીરી સામે ઉઠેલા સવાલો
રાજપીપળા:તા 21
વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓ માટે કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સીટી -1અને ટેન્ટ સીટી -2નું નિર્માણ કર્યું હતું.જેમાં ટેન્ટ સીટી 1 માં વડાપ્રધાન મોદી માટે રાજ દરબારી બુલેટપ્રુફ ટેન્ટ પણ બનાવવામાં આવ્યો હતો.
હવે સીવાલીક રોડ
રાજપથ ક્લબ સામે
એસ.જી.હાઇવે નજીક
અમદાવાદ ખાતે ટેન્ટ સીટી-૧આવેલ છે. જેના લલ્લુજી એન્ડ સન્સનામે કંપની ચલાવે છે. જેના દિવાન્સ અગ્રવાલ એમ.ડીછે.જેમના તાબા હેઠળ લલ્લુજી એન્ડ સન્સના સીટી-
કેવડીયા મુકામે પણ આવેલ છે. અને જેનાપણ પોતે મેનેજીંગ ડીરેક્ટર છે.
જેમાં કેતનવર્મા
કે જેઓ ટેન્ટ સીટી-૧ માં મેનેજર તરીકેની ફરજ બજાવે છે.
હવે ત્રણ વર્ષ પછી ટેન્ટ સિટીમાં ચાલતી કેટલીક ગેરરીતિઓ વન વિભાગના ધ્યાને આવતા કેવડિયા રેન્જ વન વિભાગે લલ્લુજી એન્ડ સન્સનાએમ.ડી
દિવાન્સ અગ્રવાલ ને સમન્સ પાઠવ્યું છે.
જેમાં તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અને તા૨૮/૦૫/૨૦૨૧નાં રોજ કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડીયાની કચેરીએ
હાજર થવાનું ફરમાન કર્યું છે.અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તપાસના કામે દિન -૭ માં સી.આર.પી.સી. કલમ-૬૧ મુજબ આરોપીને ગુનાની તપાસ માટેહાજર રહેવ નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે કેવડિયા વન વિભાગદ્વારા કેવડિયા ટેન્ટ સીટી 1ના મેનેજર કેતન વર્મા ને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આકામગીરી લુજી એન્ડ સન્સના મુખ્ય સંચાલકના કહેવાથી કરી છે. જેમાં તેમણે
અમે સાત (૭)જેટલાં ટેન્ટ વધારે બનાવવાની કામગીરીના ભાગરૂપે કામગીરી કરેલ છે.
જેમાં લલ્લુજી એન્ડ સન્સ દ્વારા આરક્ષિત વન જમીનમાં 7 જેટલા ટેન્ટ બનાવવાની કામગીરી કરતાઅને ગેરકાયદે વૃક્ષ છેદન કરતા કેવડિયા વનવિભાગે નોટિસ ફટકારી છે .નોટિસમાં જણાવ્યું છે કે આપે ભારતીય વન અધિનીયમની કલમ ૨(૧) ક મુજબ વન ઉમ્મુલન કરવું,
જંગલ સાફ કરવું અને અનામત વૃક્ષો વન વિભાગની પરવાનગી વગર વૃક્ષો કાપી નાખવાની કામગીરી કરેલ છે.
તદ ઉપરાંત વન્યજીવ અધિનીયમ ૧૯૭૨ની કલમ ૨(‘૫) તથા ૨ (૧૬) ગ હેઠળ કોઇ પણ
વન્યપ્રાણીઓનું કુદરતી નિવાસ્થાન નાશ કરવું, નુકશાન કરવું. તથા સરીસૃપ પ્રાણીના રહેઠાણને તેમજ પક્ષીના માળાને વૃક્ષ
છેદન કરી માળો પીખી નાખવાની કામગીરી કરેલ છે. તેમજ અનુસુચી 1, II, III, IV માં આવતા વન્યજીવનાં રહેઠાણનો નાશ
કરવાની કામગીરી કરે તો એ ગુનો તેવું કૃત્ય કરેલ છે.આ સાથે અનામત વૃક્ષો તેમજ બિનઅનામત વૃક્ષો કોઇપણ જાતની પરવાનગી વગર વૃક્ષોગેરકાયદે રીતે કાપી કાપીનાખ્યાનો આક્ષેપ કર્યો છે.જેમાં
0.976 ઘન મીટર સાગ અને 0.216 ઘન મીટર ખાખરના વૃક્ષો વગર પરવાનગીએકાપી નાખ્યા છે
તથા ગુજરાત લેન્ડ રોબીંગ ( જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ) વટ હુકમ ૨૦૨૦ની કલમ નં.
૩ની પેટા કલમ -૧ અને ૨ હેઠળ તપાસ કરવી જરૂરી હોય દસ્તાવેજી રેકર્ડ સાથે આ ગુનાની તપાસ માટેનું તહોમતનાં જવાબ આપવા માટે
કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડીયાની કચેરીએ તા:- ૨૮/૦૫/૨૦૨૧નાં રોજ
હાજર થવાનું ફરમાન કરતા ચકચાર મચી જવા પામી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા