14 વર્ષ બાદ BJPમાં સામેલ થયા બાબુલાલ મરાંડી,JVMનો ભાજપમાં થયો વિલય

ઝારખંડના પહેલા મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડીના રાજકીય પક્ષ ઝારખંડ વિકાસ મોરચાનું ભાજપમાં વિલય થઇ ગયો છે. આ સાથે જ બાબુલાલ મરાંડીની ફરી એકવાર ભાજપમાં વાપસી થઇ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માળા પહેરાવીને બાબુલાલ મરાંડીનું ભાજપમાં સ્વાગત કર્યું હતુ.