માસ્ક વગર ઘરે ઘરે દૂધ આપવા આવતા દૂધવાળા સામે પોલીસ કાર્યવાહી કરવાની રહીશોની માંગ

રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા દુધવાળી ની દાદાગીરી સામે રહીશો મા ફફડાટ

માસ્ક વગર ઘરે ઘરે દૂધ આપવા આવતા દૂધવાળા સામે પોલીસ કાર્યવાહી કરવાની રહીશોની માંગ

રાજપીપલા, તા 17


રાજપીપલામા કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ જાગૃત બનીને માસ્ક વગરના લોકોને પકડીને દંડવસુલ કરી રહી છે. પણ રાજપીપળામાં કેટલાક બેદરકાર લોકો બિન્દાસ માસ્ક પહેર્યા વિના જ ગામમાં ફરી રહ્યાછે. જે લોકોને કોરોના સ્પ્રેડ કરવામા મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. રાજપીપળામાં કરજણ કોલોની થી આગળ રંગનગર સોસાયટી આવેલી છે. દરરોજ સવારે આઠથી સાડા આઠ ની વચ્ચે એક દૂધ વાળો દૂધ આપવા આવે છે. પણ આ દૂધવાળો સુપર સ્પ્રેડર સાબિતથાય તેમ છે. આ સોસાયટી મા ઘણા પરિવારો કોરોના ગ્રસ્ત છે.ઘણા બીમાર છે ત્યારે છેત્યારે દૂધની સાથે સાથે કોરોના પણ સ્પ્રેડ કરી રહ્યો છે.! આ દૂધવાળો માસ્ક પહેરતો નથી. અને માસ્ક પહેર્યા વગર જ રંગ નગર સોસાયટીમાં 30થી વધુ ઘરોમાં દૂધ આપવા જાય છે. લોકો એને માસ્ક પહેરવા નું કહે છે પણ.એ કોઈનું માનતો નથી કહે છે. અને મને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી.હું કોઈ પોલીસથી ગભરાતો નથી. તમારે જેને કહેવું હોય એને કહી દો. થાય તે કરી લો નહીં. હું માસ્ક નહીં પહેરું એવો રોફ મારતો આ દૂધવાળા ભાઈની દાદાગીરી અને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતો હોઈ રહીશો મા ફફડાટ ફેલાયો છે. ગામડાઓમાંથી આવતાઆ દૂધવાળા ને પ્રવેશ આગળ સંઘન ચેકીંગ કરવાની પણ માંગ થઈ છે.આ વ્યક્તિ અન્ય લોકોનેચેપ પણ લગાડી શકે છે.ત્યારે પોલીસ આ ભાઈને રંગે હાથે પકડી તેની સામે દંડનીઅને જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી રહીશોની માગણી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા