એનએસએસના વિધાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ

નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાના એનએસ એસ યુનિટ નાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો તથા કપૂરની પોટલીનું વિતરણ

એનએસએસના વિધાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ

રાજપીપલા, તા.17

એનએસએસ યુનિટ
નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાનાએનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્રારા
આયુર્વેદિક વનસ્પતિઓ નો ઉકાળો બનાવવાની કામગીરી નવદુર્ગા શાળાના કેમ્પસમાં કરવામાં આવી રહી છે
સાથે સાથે આ યુનિટ દ્વારા નવદુર્ગા હાઈસ્કૂલ દ્રારા કપૂરની પોટલી બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
આ જેમાં ઉકાળા મા અડુલસી, તુલસી, ગળો,આદુ, હળદર, અજમો નાંખી તેને ઉકાળી બનાવેલો આયુર્વેદિક ઉકાળો જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને કપૂરની પોટલી સૂંઘવાથી ઓક્સિજનની માત્રા વધારે છે ત્યારે કોરોનામા એનો લોકો વધુને વધુ લોકો ઉપયોગ કરી શકે તે માટે લોકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજપીપલા કરજણ નદીના કિનારે એનએસ એસ યુનિટ નવદુર્ગા હાઈસ્કૂલનાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો વિતરણ તથા કપૂર ની પોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત
રાજપીપલા બસ સ્ટેશન પાસેપણ સ્વયં સેવકો દ્રારા ઉકાળો વિતરણ તથા કપૂર ની પોટલીનું વિતરણ તથા માટે સકારાત્મક અભિગમ કેળવવા પ્રયાસ તથા વેક્સીનેશન માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા