બીજે દિવસે પણ વાવાઝોડાએ નર્મદાને ઘમરોળ્યું
રાજપીપલા ડેડીયાપાડા રોડ પર ઠેર ઠેર ઝાડો તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો
એક યુવાન પર ઝાડ પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પોલીસે 108બોલાવી હોસ્પિટલે પહોંચાડતી પોલીસ
વૃક્ષો હટાવી ટ્રાફિક ચાલુ કરી ઘાયલોને મદદરૂપ બનેલી ડેડીયાપાડા પોલીસ
રાજપીપલા, તા.17
છેલ્લા બે દિવસથી ગુજરાતમા ત્રાટકેલ તૌકતે વાવાઝોડુંની અસર નર્મદામા થઈ હતી. જેમાં રાજપીપલા થી ડેડીયાપાડા પંથકમા વાવાઝોડું વરસાદ ને કારણે ભારે ખાનાખરાબી સર્જી હતી.જેમાં રાજપીપલા ડેડીયાપાડા રોડ પર ઠેર ઠેર ઝાડો તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.તથા એક યુવાન પર ઝાડ પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પોલીસે 108બોલાવી હોસ્પિટલે પહોંચાડતી પોલીસે મદદ પણ કરી હતી. રોડ પર ઝાડો તૂટતાં વાહન વ્યવહાર ખોરવાતા પોલીસે વૃક્ષો હટાવી ટ્રાફિક ચાલુ કરી ઘાયલોને ડેડીયાપાડા પોલીસમદદ રૂપ બની હતી.
આ અંગે ડેડીયાપાડા પીએસઆઇ અજય ડામોરે જણાવ્યું હતું કે
કોરોના હોય કે વાવાઝોડું ડેડીયાપાડા પોલીસ હંમેશા એલર્ટ મોડ માં જોવા મળી છે, રવિવારે વાવાઝોડા ને લઇને વૃક્ષો રસ્તા પર પડવા તેમજ અકસ્માત બાબતે ડેડીયાપાડા પોલીસની કામગીરી સામે આવીહતી
છેલ્લા ઘણા સમયથી લોકો કોરોના મહામારી ને લઈને ચિંતિત છે ત્યારે તમામ રોજગાર ધંધો સરકારી કચેરીમાં ઓછો સ્ટાફ કે રજા અંગેની ઘણી છૂટછાટો સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ ડેડીયાપાડા પીએસઆઇ અજય ડામોર તેમજ પોલીસ સ્ટાફના તમામ જવાનો દ્વારા દિવસ રાત કોઈ પણ રજા કે આરામ વગર ખડે પગે રહીને લોકોની સેવા કરવા તત્પર રહી કોરોનાના કપરા સમય માં ઘણી એવી મદદ ડેડીયાપાડા પોલીસ દ્વારા કરવામાં આવી છે
હાલ વાતાવરણ માં અચાનક પલટો આવતા સખત વાવાઝોડું તેમજ વરસાદી માહોલ થી ઘણું નુકશાન થયું જેમાં પણ ડેડીયાપાડા પોલીસે વૃક્ષો ધરાશયી થતા ટ્રાફિક ના સર્જાય તે માટે તાત્કાલીક પગલાં લઈ તેમજ અકસ્માતમાં એક યુવાન ને તાત્કાલિક સારવાર માટે પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જઈ જીવ બચાવ્યો હતો.
વાવાઝોડા નો ભોગ બનેલ યુવાન ને ડેડીયાપાડા પોલીસે 108 ની રાહ જોયા વિના તાત્કાલિક હોસ્પિટલ પહોચાડી નવજીવન આપ્યુહતું
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા