ચોમાસું – ૨૦૨૨ : બચાવ અને રાહત કામગીરી

૦૦૦૦

લાખણીયા નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયા

૦૦૦૦

નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને મરીન કમાન્ડો, ગામ લોકો

અને પોલીસે સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી હેમખેમ બહાર કાઢ્યા

૦૦૦૦

ભુજ, રવિવાર:

 

વરસાદના લીધે તેરા અને નેત્રા રોડ વચ્ચે આવેલી લાખણીયા નદી બંને કાંઠે વહી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને શનિવારના રોજ બે લોકો ગાડી સાથે લાખણીયા નદીના વહેણમાં ફસાયા હોવાની રજૂઆત મળે છે. પ્રાંત અધિકારીશ્રીએ તાત્કાલિક સૂચના આપીને બચાવ માટે પોલીસ અને મરીન કમાન્ડોની ટીમને સ્થળ પર રવાના કરી હતી. પાણીના વહેણનું જોર વધારે હોવાથી ભારે જહેમત બાદ ગામ લોકો, પોલીસ અને મરીન કમાન્ડોના સંયુક્ત પ્રયાસોથી બંને લોકોને બચાવી લેવાયા હતા.

આ રેસ્કયૂ વિશે પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જૈતાવતે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ, મામલતદારશ્રી અને મરીન કમાન્ડોની ટીમને સૂચના આપીને તરત જ ટીમ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. પાણીનું તાણ વધારે હોવાથી મરીન કમાન્ડો સિવાય બેકઅપ તરીકે એનડીઆરએફ તેમજ બીએસએફની ટીમને પણ રવાના કરાઈ હતી. જોકે, મરીન કમાન્ડો, ગામ લોકો અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ બંને લોકોને સલામત રીતે બચાવી લેવાયા હતા.

ગૌતમ પરમાર

—————-