કોલકાતા હાઈકોર્ટના એક નિર્દેશથી બેન્ક ઓફ બરોડાને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા હાઈકોર્ટ ભારતીય રિઝર્વ બેન્કને બેન્ક ગેરન્ટી આપવામાં વિલંબ માટે બેન્કિંગ લાયસન્સને રદ્દ કરવા સહિત બેન્ક ઓફ બરોડા સામે ઉચિત પગલા લેવા વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટ બેન્ક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓઈલ કોર્પ લિમિટેડ વચ્ચે સિંપ્લેક્સ પ્રોજેક્ટ્સ લિમિટેડને જારી એક બેન્ક ગેરન્ટી પર આ કેસની સુનાવણી કરી હતી.
સિમ્પલેક્સ પ્રોજેક્ટ્સ લિમિટેડ તરફથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને 6.67 કરોડ રૂપિયા બિનશરતી બેન્ક ગેરન્ટી તરીકે ચૂકવણી જારી કરવામાં બેન્કના નિષ્ફળ રહ્યા બાદ આ કેસ સામે આવ્યો.