બ્રેકીંગ ન્યૂઝ :
નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન
કામગીરીનો પ્રારંભ કર
ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગ
કરવામાં આવી રહ્યું છે.
આ કામ દરવર્ષે મેં અને જૂન માસ માં
કરવામાં આવે છે.
રાજપીપલા, તા 15
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમ ખાતે આગામી ચોમાસાની તૈયારીના ભાગ રૂપે નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન
કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
આ વર્ષે પણ સારા ચોમાસાની
શકતાએ નર્મદા બંધ પોતાની
138.68 મીટરની મહત્તમ સપાટી
સુધી ભરવાની શક્યતાઓને કારણે
નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ
કરવામાં આવ્યો છે
હાલ નર્મદા બંધના
ઉપર વાસમાંથી 8 હજાર ક્યુસેક
પાણી આવક થઈ રહી છે. હાલ
બંધની જળસપાટી 123.95 મીટર
છે. સરોવર પણ 2024 મિલિયન
ક્યુબિક મીટર જેટલું પાણીથી સંગ્રહિત
છે.
વરસાદ પણ ગુજરાતને
પીવાનું પાણી પુરુપાડીશકે એટલો સક્ષમ નર્મદા ડેમ છે. નર્મદા ડેમ ની કોઈપણ
બાબત હોય નર્મદા નિગમ ખુબ
ગંભીરતાથી લેતા હોય છે. ડેમની
સુરક્ષાથી લઇ ડેમમાં પાણીનો
સંગ્રહ, વીજ ઉત્પાદન અને કેનાલો
ના કામો પાણીની વહેંચણી એકદમ
પદ્ધતિસર નર્મદા કંટ્રોલ ઓથોરિટી
ના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે
થતું હોય છે. જોકે ચોમાસુ આગામી
દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા
નર્મદા બંધન 30 રેડિયલ ગેટ 23
30X 30 ના મીટરના ગેટ અને 7
30X 26 મીટર ના ગેટ સરળતાથી
અપ એનડાઉન થાય કોઈ ઇમર્જન્સી
માં ગેટ ખોલવાનો વારો આવે તો
આ અટોમેટિક ગેટ ખુલી શકે એ
માટે ખાસ એજન્સી દ્વારા તમામ
30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગ
કરવામાં આવી રહ્યું છે. સાથે જે
સરદાર સરોવર નર્મદા ડેમની જે દીવાલો છે જેને સ્પેશિયલ એપોલી
લિયર કલર કરવામાં આવી રહ્યો
છે. જેથી વધુ પ્રમાણ માં ઉપરવાસ
માંથી પાણી આવે તોય દીવાલો ને
કોઈ અસર કે હાનિ ન પહોંચે જોકે
આ કામ દરવર્ષે મેં અને જૂન માસ માં
કરવામાં આવે છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા