નર્મદાને કોરોના મુકત કરવા માટેરાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમા
નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
યજ્ઞમા આયુર્વેદ ઔષધિઓની આહુતિ આપવામાં આવી
રાજપીપલા, તા 15
રાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમા
નવચંડી યજ્ઞનું
હાલ નર્મદા સહીત સમગ્ર ગુજરાત અને દેશભરમા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે જેનાથી લોકો ભયભીત બન્યા છે ત્યારે હવે લોકો ઈશ્વરને વિવિધ પ્રાર્થના, યજ્ઞો, ભજન કરી ઈશ્વરને વીનવી રહ્યાછે કે હવે કોરોનમાંથી સૌને મુક્ત કરો. તાજેતર મા નર્મદા જિલ્લામા પણ કોરોનામુક્તિ માટે લોકો મંદિરો મા ઘરોમાં પ્રાર્થના, યજ્ઞો કરી રહ્યા છે.
જેમાં રાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમા
નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અવેતન લઘુરુદ્ર મંડળ રાજપીપળા દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને સમાપ્ત કરવા યજ્ઞાચાયૅશ્રી દિપેશ મહારાજ અને યોગેશભાઈ જોષીના સાનિધ્યમાં સંપુટીક નવચંડી યજ્ઞનું શ્રીવૈધનાથ મહાદેવમા આયોજન કરવામાં આવ્યુહતું.
યજ્ઞમા આયુર્વેદ ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી જેનાથી વાતાવરણ મા વાઇરસ સહીત અન્ય જીવ જંતુઓનો નાશ થાય છે. ત્યારે આવા યજ્ઞો ઠેર ઠેર શરૂ થયા છે. અને આવા યજ્ઞો થકી નર્મદા કોરોના મુક્ત બને અને સૌને કોરોનામા થી મુક્તિ અપાવે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા