મુખ્ય સમાચાર.

*ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કરી રદ્દ*
અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. વાઇરસની મહામારીના કારણે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ૧૪૩મી રથયાત્રાને આ વર્ષે પરવાનગી ન મળવી જોઇએ તેવી માંગણી કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.અરજદારે અરજીની તાત્કાલિક સુનાવણીની માગણી કરી છે.અરજદારની રજૂઆત છે કે રથયાત્રાની પરવાનગી અપાશે તો અમદાવાદમાં કોરોના વધુ ભયજનક પરિસ્થિતિ ઉભી કરશે.
************
*મફત ફાફડા જલેબી*
વડોદરામાં ફાફડા જલેબીનાં વેપારીની અનોખી ઓફર
ગલવાન ઘાટીમાં 20 જવાનો શહિદ થયા બાદ દેશભરમાં લોકો રોષના માહોલ છે. અને લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારના ફાફડા જલેબીના વેપારી મયુર પટેલે અનોખી પહેલ ચાલુ કરી છે. જે પણ વ્યક્તિ તેમની દુકાને આવીને તેમની સામે ચાઈનીઝ એપ્લીકેશનો ફોનમાંથી અનઈન્સટોલ કરશે.તેમને મફત ફાફડા જલેબી આપવામાં આવી રહ્યા છે.
**************
*RTO કચેરી- બસ મથકોનું લોકાર્પણ*
મુખ્યમંત્રી વિજય રૂપાણીએએ વીડિયો કોન્ફરન્સથી નવા બનેલા ૪ બસ મથકોનો અને પાંચ આરટીઓ કચેરીનું ઈ-લોકાર્પણ કર્યુંગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં 9 કરોડ 80 લાખના ખર્ચે નવા બનેલા 4 બસ મથકોનો ઇ-લોકાર્પણ તેમજ 28 કરોડ 15 લાખના ખર્ચે તૈયાર થયેલી 5 આરટીઓ કચેરીઓના પણ લોકાર્પણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા હતા
*************
*સાચા પત્રકારોની સાથે છે પત્રકાર એકતા સંગઠન*
*પત્રકાર એકતા સંગઠન હર હંમેશા સાચા પત્રકારોની સાથે જ રહેશે અને આવા અમુક દલાલ પત્રકારથી જરા પણ ડરવાની જરૂર નથી*
બોટાદમાં પત્રકાર એકતા સંગઠન અને તેના પ્રદેશ પ્રમુખને બદનામ કરવા અને પુરાવા વગર અમુક પત્રકારોને બોટાદમાં દલાલ પત્રકારો દ્વારા ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
************
*સુરતમાં સ્કૂલ દ્વારા ફી માફ કરવા વાલી મંડળના ધરણા*
સુરત. શહેરની ખાનગી સ્કૂલો દ્વારા ફી માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી વાલી મંડળે સ્કૂલ દ્વારા ત્રણ માસની વિદ્યાર્થીઓની ફી માફ કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ઘરણા શરૂ કર્યા છે આ સાથે વાલી મંડળ દ્વારા ધો.1 થી 8 સુધીના બાળકોને ઓનલાઈન ભણતર બંધ કરવા પણ માંગ કરી છે
**********
*ડુપ્લીકેટ લાયસન્સનું રાજ્યવ્યાપી કૌભાંડ*
અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે ગુજરાત એટીએસની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે
***********
*માળીયા હાટીનામાં અડધો કલાકમા દોઢ ઇંચ વરસાદ*
જુનાગઢના માળીયા હાટીનામાં અડધો કલાકમા દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણને શાકમાર્કેટ પાસે પાણી ભરાયા હતા. શાકમાર્કેટમાં પાણી ભરાવાથી લોકોએ પારાવાર મુશ્કેલી વઠી હતી. માળીયા હાટીનામાં મૌસમનો કુલ વરસાદ 12 ઇંચ જેટલો થયો હતો.
**************
*ડી-માર્ટમાં ફૂગવાળી બ્રેડનો મનપાએ નાશ કર્યો*
રાજકોટ: કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી. જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો કબી બી બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો
***********
*સુરતમાં રથયાત્રા કાઢવા મામલે મહત્વનો નિર્ણય*
સુરતમાં કોરોનાના સતત વધી રહેલાં કેસોને ધ્યાનમા રાખીને સુરતમાં રથયાત્રા કાઢવા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે. મંદિરના પરિસરમાં જ ભગવાન જગન્નાથનાં રથને ફેરવવામાં આવશે.
**************
*GIDCમાં લાગેલી આગ હજુ કાબુમાં નથી આવી?*
વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં આવેલી જય એગ્રો કંપનીમાં ગત મોડી રાતે લાગેલી આગ હજુ યથાવત છે અને ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. આગની જાણ થતાજ વડોદરા ફાયરબ્રિગેડના 40 અધિકારીઓ ઘટના સ્થળ પહોચ્યા. કુલ પાંચ ફાયર એન્જિનમાં આગ લાગી છે. જે આગને કાબૂમાં લેવા ફાયર અધિકારીઓ કામે લાગ્યા છે
***********
*પબુભા માણેકનું લોકો મોઢું કાળું કરી કરશે વિરોધ*
મોરારિબાપુ ઉપર હુમલો કરવાના આશયથી ધસી જનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તલગાજરડા આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે તલગાજરડાના લોકોએ તેનો વિરોધ કરવા મોરારિબાપુના ઘર પાસે ઉમટી પડ્યા છે. કાળી શાહી લઈને લોકો મોરારિબાપુના ઘર પાસે પહોંચી ગયા છે. અને જો પબુભા અહીં આવશે તો તલગાજરડાના લોકો તેમનું મોઢું કાળું કરી વિરોધ કરશે તે રીતે રોષ વ્યક્ત કરવાનું જણાવ્યું છે.
************
*પુનિતનગર ક્રોસિંગ પાસેથી પોલીસે 59 કિલો ગાંજો જપ્ત કર્યો*
અમદાવાદ: રથયાત્રા પહેલા જ શહેરમાં પોલીસ અને એજન્સીઓ સક્રિય બની જતી હોય છે અને હથિયારો, ગાંજો ડ્રગ્સ દારૂ વગેરે ઝડપી પાડે છે એસઓજીની ટીમે વટવામાં પુનિતનગર ક્રોસિંગ પાસેથી 59 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
**********
*લોનની લાલચ આપી 8.74 લાખ પડાવ્યા*
વડોદરા: છાણી જકાતનાકાના લાકડાના વેપારીને 3 કરોડની લોન આપવાનું કહી સારાભાઈ રોડ પર આવેલી ફાઇનાન્સ કંપનીએ લોન પ્રોસેસના 9.24 લાખ લીધા હતા. વેપારીને લોન ન આપી તેને રૂા. 8.74 લાખ ન આપતાં કંપનીના ડાયરેક્ટર મેનેજર સહિત છ લોકો વિરુદ્ધ ગોરવા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી
*********
*ભાજપના બે નેતા પહોંચ્યા મોરારી બાપુને મળવા*
દ્વારકામાં મોરારી બાપુ સાથે થયેલા વ્યવ્હાર બાદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યા મહુવા પહોંચ્યા. તેમણે મોરારી બાપુ સાથે મુલાકાત કરી છેસમગ્ર વિવાદ સામે આવતા સીએમ રૂપાણીએ પણ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડવામાં આવી હતી
***********
*સુરતમાં મહાનગર પાલિકાના નકશામાં ગામ ટાપું બન્યા?*
સુરત: હદ વિસ્તરણની કવાયત અંતે શહેરથી 10 થી 25 કીલો મીટર દૂરના ગામને પણ શહેરનો દરજ્જો મળ્યો પરંતુ અડીને જ આવેલાં 5 ગામોને શહેરમાં સમાવેશ મળ્યો નથી ડિંડોલી નજીકના કરાડવા સણિયા કણદે દેલાડવા દખ્ખણ વાડા અને દેવધ માંડ 500 મીટર પણ દૂર નથી દરખાસ્ત પર મંજૂરી માટે સતત ત્રણ મહીના સુધી ખેંચતાણ ચાલી હતીઆ ગામો શહેર અને નવા સમાવિષ્ટ ગામો વચ્ચે ટાપુ સમાન સુરત મહાનગરપાલિકાના નવા નક્શામાં દેખાય રહ્યા છે
************
*વેપારીએ અલિબાબા સાથે જૂનો કરાર રદ્દ કર્યો*
નવસારી: દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે તેમણે સચિનના વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં 30 દેશ સાથે વ્યાપાર કરે છે. આ કંપની માટે 11 વર્ષ અગાઉ ચાઈનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની અલિબાબા સાથે જાહેર ખબરનો કોન્ટ્રાકટ કર્યા હતા
*************
*કોંગ્રેસ એવી તૂટશે કે તેનું નામોનિશાન નહીં રહે:નરહરિ અમીન*
રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપના ઉમેદવાર નરહરિ અમીને જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી. નરહરિ અમીને જણાવ્યું કે અમને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળવશે. નરહરિ અમીને કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસમાં નેતાગીરી નબળી છે. કોંગ્રેસ તેમના ધારાસભ્યોને સાચવી શકતી ન હોવાથી દોષનો ટોપલો ભાજપ પર ઢોળે છે.
************
*ધનવાન નરહરિ અમિનનો 8 વર્ષ બાદ રાજકારણમાં પ્રવેશ*
ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ૩-કોંગ્રેસનો ૧ બેઠક પર વિજય થયો છે રાજ્યસભામાં ચૂંટાયેલા આ ચારેય પદનામિત સાંસદોમાંથી નરહરિ અમીન સૌથી વધુ રૂપિયા ૭૫.૫૮ કરોડની સંપત્તિ ધરાવે છે ગુજરાતના રાજકારણીઓમાં નામ ધરાવનાર નરહરિ અમીન 2012 પહેલાં કોંગ્રેસમાં 20 વર્ષ સુધી સક્રિય રાજકારણી તરીકે કામ કરતા હતા
************
*મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી?*
રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાઇકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે ગોવિંદ પટેલે પોતે નારાજ ન હોવાનો ખુલાસો કર્યો હતો.ગોવિંદ પટેલે દાવો કર્યો હતો કે હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું. જે વાત થઇ રહી છે તે અન અધિકૃત અને પાયા વિહોણી છે. ગોવિંદ પટેલે એવું પણ ઉમેર્યુ હતુ કે વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને મારા બિસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા કોઈ મારા વિશે ખોટા સમાચારો વહેતા કરે છે. જેથી ખોટા સમાચાર વેહતા કરનારને હું શોધી રહ્યો છું
*************
*સુરતમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય સચિવના ધામા*
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ સુરત પહોચ્યા હતા અને ત્યા તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધીપાની સહિત આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેક્ટર સાથે સર્કિટ હાઉસમાં અગત્યની બેઠક યોજી હતી આ બેઠકમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાને લઈને પ્રાઈવેટ હોસ્પિટલોમાં વધારો કરવામાં આવ્યો છે
***********
*ગાંધીનગર: લૂંટારુઓ સક્રિય:ઘ-5નજીક 20 હજારની ઉઠાંતરી*
શહેર આસપાસના વિસ્તારોમાં ગઠીયાઓ અને લૂંટારૃઓ સક્રિય થયા છે ત્યારે કોલવડામાં રહેતાં અમરતબા જવાનજી સોલંકી ઘ-પ નજીક તબીબને ત્યાં દવા લેવા આવ્યા હતા અને ત્યાંથી ઘરે કોલવડા જવા માટે ઉભા હતા તે દરમ્યાન તેમની નજીક એક યુવાન આવ્યો હતો અને વડોદરાનું સરનામું પુછયું હતું.
******
*પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટે દાખલ કરી*
પોસ્ટલ બેલેટ સામે પરેશ ધાનાણીની અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી રાજ્યસભાની ચૂંટણી ફરી કાનૂની વિવાદમાં ચૂંટણી પંચને નોટીસ અપાઈ યોગ્ય ગેઝેટ જાહેરનામા વગર ચૂંટણી પંચ પોસ્ટલ બેલેટને માન્ય રાખી શકે નહીં.
********
*ભરતસિંહ બની શકે છે અધ્યક્ષ*
ભરતસિંહ સોલંકી ફરીવાર બની શકે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સાતવે આપ્યા સંકેત રાજીવ સાતવે ભરતસિંહના માર્ગદર્શનમાં આગળ વધવાની વાત કરી
************
*સાપુતારામાં મેઘરાજાનું આગમન*
સાપુતારામાં મેઘરાજાનું આગમન ગિરિકન્દ્રાઓ નવપલ્લીત થતા આહલાદક વાતાવરણ આહલાદક નજારો પાંચેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ સાંજે વાતાવરણમાં પલટો
**************
*આજે હવામાન વિભાગની આગાહી*
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ, 23 જૂન બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શકયતા
**********
*રામ મંદિર ટ્રસ્ટે નિર્માણ યોજના સ્થગિત*
ભારત-ચીનના તણાવ વચ્ચે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે નિર્માણ યોજના સ્થગિત કરવા લીધો નિર્ણય રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું પહેલા દેશની સુરક્ષા ભારતીય સેનાના 20 જવાનો શહીદ થતાં નિર્માણ કાર્ય સ્થગિત કરાયું
***********
*વરાછાની 56 રહેણાંક સોસાયટીઓ ક્લસ્ટર*
સુરત રત્નકલાકારોનો ચેપ સોસાયટીઓ સુધી પહોંચતા ક્લસ્ટર જાહેર કરાઈ
અત્યાર સુધી 82 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ પુણા,સરથાણા અને મોટા વરાછાની 56 રહેણાક સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરાઈ કતારગામ અને સરથાણા ઝોનમાં 60 હજાર લોકોને હોમ કોરોન્ટાઇનનો હુકમ કરાયો
*******
*અંબાજીમાં આજે અમાવસે કંકણ વ્રૂત સુર્ય ગ્રહણ*
સૂર્યગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતી બંદ રહેશે
માતાજીના દર્શન માટે મંદિર પણ બપોર 3.30 સુધી બંધ રહેશે
કંકણ વ્રૂત સૂર્યગ્રહણ હોવાથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો
બપોરે રાજભોગ આરતી 3.30 થી 4 કલાક સુધી બપોરે દર્શન 400 થી 4.30 સુધી સંધ્યા આરતી 7.00 થી7.30 જ્યારે સાંજે દર્શન 7.00 થી8.15 સુધી કરી શકાશેમંદિરમાં આરતીનો લાભ ભક્તો લઇ શક્સે નહિ માત્ર દર્શન નો લાભ લઇ શક્સે
************
*મોબાઈલ-ટેબલેટની ભારે માગ*
અમદાવાદમાંઅભ્યાસ ઓનલાઈન થઈ જતા મોબાઈલ-ટેબલેટની ભારે માગ શિક્ષણના ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત થઇ એક માસમાં ૬૫ કરોડ રૂપિયાના મોબાઈલ વેચાયા ટેબલેટના વેચાણમાં પણ ૨૦૦ ટકાનો ઉછાળો
************
*ઓનલાઇન શિક્ષણ બંધ કરો શાળા સામે કાર્યવાહી કરો*
સુરત. સુરત શહેર શાળા સંચાલક મંડળ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ જિલ્લાશિક્ષણાધિકારીને આવેદન આપીને ધો. 1થી 5ના બાળકોને અપાતા ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે
***********
*ફેસબુક: લાલચમાં બિઝનેસમેને ગુમાવ્યા 70 લાખ*
ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફેસબુક પર એજાઝ આઈજી મોહિત અગ્રવાલ નામના ઉદ્યોગપતિ સુંદર વિદેશી મહિલાઓ સાથેની મિત્રતા રાખવાનો શોખ ધરાવે છે તે પૈસા કમાવવા માંગતો હતો. વધુ પૈસાના લાલચને કારણે 70 લાખ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બન્યો છે.
**********