કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.
પાલનપુર: બનાસકાંઠામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રીએ પાલનપુર શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ, ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ , સારવારની સુવિધા,
આરોગ્ય સ્ટાફ ,રસીકરણની સ્થિતિ- આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ‘મારું ગામ કોરોનામુકત ગામ ‘ અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટી તંત્ર અને ગામલોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર-CCCC અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચના કર્યા હતા.
બેઠકમાં બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડયા અને કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ,
મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ,
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કેલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવશ્રી વિજય નહેરા, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, રેન્જ આઇજીશ્રી જે.આર. મોરથલીયા, જિલ્લા પોલીસ વડાશ્રી તરુણ દુગ્ગલ,બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પરથીભાઇ ચૌધરી, સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.
……….