14/05/2021
🐦 *ફરી કુદરતના ખોળે*🐦
(Non-Fiction)
*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
*ગરમાળો/ Fistula / Laburnam / Golden shower ) / अमलतास*
*સોનેરી પીળાં ફૂલોથી આચ્છાદિત ગુણકારી વૃક્ષ એટલે ગરમાળો*
ઉનાળાની ઋતુનું ફુકચ્છાદિત વિવિધ ગન સંપ્પન વ્રૂક્ષોમાંનું એક સુંદર વૃક્ષ એટલે પીળા સોનેરી ફુલોવાળું ગરમાળો. સાહિત્યિક ભાષામાં વર્ણવીએ તો સોનેરી ચમકતી અને લહેરાતી પીળી વેણી નાખેલી મોહક રૂપસુંદરી એટલે મુગ્ધ અને મનમોહક વૃક્ષ ગરમાળો. ઉનાળાની શરૂઆતની આકરી ગરમીમાં જ્યાં પણ ગરમાળાનું ફૂલ આચ્છાદિત વૃક્ષ જુવો તો ચોક્કસ ઉભા રહી તેને માણો અને આંખોને ઠંડક મળે. કોઈ પૂછે કે ક્યાં મળીશું તો કહેવાનું મન થાય કે ગરમાળાના વૃક્ષ નીચે!
મૂળ ભારતવર્ષનું, ૧૬ વર્ષનું આયુષ્ય ધરાવતું અને મધ્યમ ઊંચાઈ અને મધ્યમ કદનું આ વૃક્ષ ધીમે ધીમે ૮ થી ૧૦ મીટર સુધી વૃદ્ધિ પામે છે. લેટિન ભાષામાં તેને ફિસ્ટુલા કહે છે જેનો અર્થ થાય છે પાઇપ. તેના બીજની સીંગ/ ફળી પાઇપ જેવા આકારની હોઈ તેને ફિસ્ટુલા તરીકે ઓળખે છે. આ વૃક્ષ હિમાલયની પર્વતમાળાની તળેટીમાં, ભારતવર્ષમાં તેમજ બર્મા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિએટનામ, ફિલિપિન્સ તેમજ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા, વેસ્ટ ઇન્ડીસ જેવા બધા ઉષ્ણકટ્ટીબદ્ધ પ્રદેશોમાં સારી રીતે થાય છે. તે ખુબ ગરમ પ્રદેશમાં સારી રીતે નથી થતાં. મધ્યમ શિયાળો અને મધ્યમ ઉનાળો તેને વધારે માફક આવે છે.
તેનું લાકડું ટકાઉ અને મજબૂત હોય છે. લાકડામાંથી સારા કબાટ બને છે. તેમાં બારીક નકશીકામ કરી અંદર બીજા દાગીના જડી/ inlay શકાય છે. તેનું લાકડું સંગીતના સુંદર વાજિંત્રો બનાવવા માટે વપરાય છે. તેના થડનો અંદરનો મધ્યમાં ભાગ ઘેરા કથ્થઈ/ ચોકલેટ રંગનો હોય છે જે ખુબજ મજબૂત હોય છે અને તે કારણે સીસમ/ rose wood ની બદલે એક સસ્તા વિકલ્પ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેને મોટા અને ૪૦ સેન્ટિમીટર જેટલા લાંબા પત્તાનું ઝુમખું હોય છે જે ૮ થિ 10 પત્તા હોય છે. આ વૃક્ષને પાણી ઓછું જોઈએ છે અને નિતારવાળી જમીનમાં સારી રીતે થાય છે. શિયાળામાં તેના પણ ખરી જાય છે અને પત્તા વિનાની ખાલી ડાળીઓ ઉપર ઉનાળાની શરૂઆતમાં સુંદર ફૂલો બેસે છે જે લગભગ સપ્ટેમ્બર મહિના સુધી રહે છે. રસ્તા ની બે બાજુ ઉગાડી વૃક્ષમાર્ગની/ એવેન્યુ ટ્રી તરીકે શોભામાં વધારો કરે છે. આ વૃક્ષનું આયુષ્ય લગભગ ૧૬ વર્ષનું હોય છે.
તેના બીજની સીંગ ફળી ૩૦ થી ૬૦ સેન્ટિમીટર લાંબી હોય છે જે શરૂઆતમાં લીલી હોય છે અને જયારે પાકે ત્યારે કાળા રંગની બને છે. જયારે લીલી સીંગો હોય ત્યારે અને જયારે કાળી સીંગો હોય ત્યારે પણ ગરમાળાનું વૃક્ષ એટલુંજ સુંદર દેખાય છે, જાને ડાળી ડાળી ઉપર ઘરેણાં પહેર્યા હોય! તેની સીંગમાં નાના નાના ભાગ / ખાના હોય છે. બે ખાના વચ્ચે બીજ હોય છે અને જે ભાગથી ખાના પડે છે તે ભાગમાંથી આયુર્વેદિક ગોળ બને છે જેમાંથી આંતરડાની હઠીલા રોગ માટેની વિવિધ દવા બને છે.
તેના ઔષધીય ગુણ અને સુંદરતાના લીધે પ્રચલિત વૃક્ષ છે. ગરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે, જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે. ગરમાળાને સંસ્કૃતમાં વ્યાધિધાત, નૃપ્રદુમ વગેરે, હિન્દીમાં અમલતાસ, બંગાળીમાં સોનાલૂ તેમજ લેટિનમાં કૈસિયા ફીસ્ચુલા કહેવાય છે. હિન્દી શબ્દસાગર અનુસાર હિંદી શબ્દ અમલતાસ અમ્લ એટલે કે ખટાશ પરથી બન્યો છે. ઢોર ખાય તો માથું ચઢે છે ને ઉલ્ટી થાય તેવું થાય છે, ઘેન ચઢે છે. તેની આ ખટાશના લીધે તેને ઢોર ખાતા નથી, તેમના માટે ઝેરી છે અને તેથી ખુલ્લામાં પણ ઉગાડી શકાય છે.
ભારતના લગભગ બધાજ વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળે છે. થડ જાડું હોય છે પણ ઉંચાઈ મધ્યમ હોય છે. શિયાળામાં આ વૃક્ષ ઉપર એક થી સવા હાથ જેટલી લાંબી શીંગો બેસે છે, જેનો રંગ શરુઆતમાં લીલો અને પરિપકવ અવસ્થામાં કાળો હોય છે. આ શીંગોમાં અલગ અલગ ઘણા ખંડો હોય છે, જેમાં કાળા રંગનો માવાદાર પદાર્થ ભરેલો હોય છે, જેને ગરમાળાનો ગોળ કહે છે. આ ગોળનો ઉપયોગ આયુર્વેદમાં આંતરડાની હઠીલી સારવાર માટે થાય છે. આ વૃક્ષની છાલ છોલવાથી ત્યાંથી લાલ રસ ઝરે છે, જે જામી જઈ ગુંદર જેવો બને છે. આની શીંગોમાંથી મધુર, ગંધયુક્ત, પીળા રંગનું ઉડનશીલ તેલ મળે છે.
(ફોટોગ્રાફ્સ અને વિડિઓ: જગત કીનખાબવાલા, શ્રી મુકેશ શ્રીમાળી અને શ્રી નિસર્ગ જોશી)
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
✍🏼