લગ્ન પ્રસગો અને મસ્જિદોમા પોલીસની વોચ રાખશે

અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે

લગ્નપ્રસંગો મા ડીજે વાળાની, રસોઈયા વાળાની અને આયોજકો ની ખેર નથી

લગ્ન પ્રસગો અને મસ્જિદોમા પોલીસની વોચ રાખશે

રમજાન ઈદના પર્વે મસ્જિદોમા મુસ્લિમો નમાજ પઢી શકશે નહીં.

મુસ્લિમ આગેવાનો સાથે પોલીસની બેઠક

રાજપીપલા, તા 13

આવતીકાલે અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે


કોરોનાની મહામારીને કારણે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ લોકો નેભેગા નહીં કરવાના હોય તેમજ જાહેરનામાનો ભંગ કરશેતો એમની સામે નર્મદા પોલીસકડક કાર્યવાહી કરશે. એમ નાયબ જિલ્લા પોલીસ વડા રાજેશ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું.
આવતીકાલેઅક્ષય તૃતીયાના સપરમાના દિવસે પોલીસની લગ્ન પ્રસંગોમા બાજ નજર રહેશે.


આ અંગે નાયબ જિલ્લા પોલીસ વડા મદાના રાજેશ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ૫૦ થી વધુ લોકોને લગ્ન પ્રસંગમાં ભેગા કરવા પર પ્રતિબંધ હોવા છતાં આયોજકો જો વધુ લોકોને ભેગા કરશે અને કોરોના સંક્રમિત કરશે તો તેમની સામે નર્મદા પોલીસ જાહેરનામા ભંગ કાયદેસરની કાર્યવાહી અગાઉ હાથ ધરી છે
હવે આવતીકાલે અક્ષય તૃતીયાનો દિવસ હોવાથી અને રમજાન ઈદ નો પણ તહેવાર પણ હોવાથી બંને જગ્યાએ લોકોની ભીડ ભેગીના થાય તે માટેનર્મદા પોલીસ ખાસ નજર રાખશે.
આ અંગે નાયબ પોલીસ વડા દેશ પરમારે જણાવ્યું હતું કે અમે લોકોએ પ્રેસમાથી લગ્નની કંકોત્રી ની માહિતી મંગાવી છે. જેના આધારે 50 જેટલા લોકોનેનોટિસ પાઠવી પાઠવી છે.લગ્ન પ્રસંગમાં 50 વધુ લોકોને ભેગા કરવા નહીં તે ઉપરાંત આ પ્રસંગમાં ડીજે વગાડનારા લોકોને પણ ખાસ તાકીદ કરી છે. લગ્ન પ્રસંગ મા જાહેર મંચ પર ડાન્સ કે નાચગન કે વરઘોડો કાઢી શકાશે નહીં.તેમજ લગ્ન પ્રસંગમાં રસોઈયાઓ ને પણ તાકીદ કરવામાં આવી છે.૫૦થી વધુ લોકોની રસોઈ બનાવીશકશે નહીં. અન્યથા તેમની સામેપણ કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે દરેક લગ્ન સમારોહમાં પોલીસની ખાનગી રાહે બાજનજર રહેશે. પોલીસ ખાનગી વેશમા ફરતી રહેશે અને વગર આમંત્રણે પોલીસ વણ નોતર્યા મહેમાન બનીને ત્રાટકીશકે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું

એ ઉપરાંત આવતીકાલે રમઝાન ઇદનોનો પવિત્ર તહેવાર હોવાથી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોજાહેરમાં ભેગા થઈ શકશે નહીં કે મસ્જિદમા નમાઝ પઢી શકશે નહીં. આ અંગે મુસ્લિમ સમાજના આગેવાનોની મીટીંગ કરવામાં આવી હતી જેમાં મસ્જિદોમાં સમૂહ મા નમાજ નહીં પડવાઅને લોકોને ભેગા નહીં થવાજણાવ્યું હતું અને માત્ર મૌલવીએ જ નમાઝ પઢી લેવાની રહેશે
આ અંગે પ્રાંત અધોકારી ની પણ બાજ નજર રહેશે
આવતીકાલે રાજપીપળા સહિત રાજપીપળામા લગ્ન સમારોહમાં ૫૦થી વધુ લોકોને ભેગા કરવા નહીં, માસ્ક નહીં કરનાર, તેમજ સોશિયલ ડીસ્ટન્સ નહીં રાખનાર લોકો સામે કાયદેદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેનાથી લગ્ન પ્રસંગમાં આવનારા લોકો આયોજકો અને જાનૈયાઓમાંફફડાટ ફેલાયો છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા