ટ્રક સાથે નડેલાગમખવાર અકસ્માત મા કૂલ 5પાંચ ના કરુણ મોત


નેત્રંગ મોવી રોડ પર મુસાફરોને ભરીને લઈ જતી પેસેન્જર ઇકો કાર
ને ટ્રક સાથે નડેલાગમખવાર અકસ્માત મા કૂલ 5પાંચ ના કરુણ મોત

1નું ઘટના સ્થળે જ મોત
4 મહિલાઓને રાજપીપલા સિવિલ મા 108દ્વારા રાજપીપલા લાવતા વધુ 4ના મોત સહિત કૂલ 5ના મોત

રાજપીપલા, તા 13

નેત્રંગ મોવી રોડ પર મુસાફરોને ભરીને લઈ જતી પેસેન્જર ઇકો કારને ટ્રક સાથે નડેલા ગમખવાર અકસ્માતમા કૂલ 5પાંચ ના કરુણ મોતનીપજ્યા છે જેમાં 1નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં
4 મહિલાઓનેગંભીર ઇજા થતા તેમને વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ મા 108દ્વારા રાજપીપલા લાવવામાં આવ્યા હતા. જ્યાં આવધુ 4ના મોત સહિત કૂલ 5ના મોત નીપજતા એરેરાટી વ્યાપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર
નેત્રંગ મોવી રોડ પર મુસાફરોને ભરીને લઈ જતી પેસેન્જર ઇકો કાર
ને ટ્રક સાથેઅકસ્માત નડ્યો હતો
આ માર્ગ પરથી એક પેસેન્જર ઇકો કાર મુસાફરોને બેસાડી પસાર થઈ રહી હતી તે દરમ્યાન પુર ઝડપે આવી રહેલ ટ્રકે ઇકો કારણે ટક્કર મારી હતી. જેને કારણે કાર માર્ગની નીચે ખાઈમાં ખાબકી હતી જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ ની મદદથી સારવાર અર્થે રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગંભીર ઇજાના પગલે 4 મહિલાઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા.

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારને બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આદુર્ઘટના ઘટી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા