*THE ANTIBIOTICS JUICE : NEEM FLOWERS*
*આખા વર્ષનો એન્ટી-વાઇરસ ડોઝ : લીમડાનો મૉર*
*ઈમેજમેકર : શૈલેશ રાવલ*
*9825072718*
લીમડાનો મૉર “એન્ટી-વાઇરસ ડોઝ” એટલે કે રોગ પ્રતિકારક શક્તિવર્ધક પીણુ છે. હા, ચૈત્રી એકમથી દશ દિવસ કે પછી લીમડે તાજો મૉર રહ્યા સુધી દરરોજ સવારે અડધો ગ્લાસ આ કૂણાં મૉરનો તાજો રસ, શરીરને આખું વર્ષ તરોતાજા રાખી તાવજન્ય કે અન્ય સુક્ષમ જીવાણુંઓ સામે સુરક્ષાકવચ સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વૈશાખી લૂ સામે તથા શરીર તાપમાન જાળવણી માટે આ પીણું સચોટ ઉપચાર છે. એકલો મૉર નહીં, આખો લીમડો એક કલ્પવૃક્ષ છે. પાંદડાનો ધૂપ, લીંબોળીનું તેલ, વૃક્ષની છાલ, ડાળખી, લાકડા, મૂળિયા આ દરેકનો ઔષધસંદર્ભ સહ ઘરેલુ ઉપયોગ ગલઢેરાઓ મુખોપમુખ વારસાઈમાં આપતા રહ્યા છે. ગ્રામ્ય સંસકૃતિવાહક પરિવારોમાં ચૈત્રી લીમડાનો મૉર પીવા અને નવી પેઢીને પીવરાવવાની પરંપરા સચવાઈ છે, કેટલીક ગ્રામ્ય શાળાઓમાં બાળકોને બેચાર ચમચી મૉર પીવડાવવાની પરંપરા અખંડિત છે. અનેક પરિવારોની દાદીમાઓ વહુ-દીકરીઓ, પૌત્ર-પૌત્રીઓને વહેલી સવારે ઝૂલે ઝુલાવતા, તેમની પોતીકી બા એમને કેવી રીતે મૉર વાટી-લસોટી પા’તા, તે યાદો સાથે કડવા લીમડાની મધુરપ વાતો કરતા કરતા, ખલ-દસ્તા ની પ્રક્રિયા સમજાવી, ફોસલાવી, પરંપરા જાળવવા અનુરોધ કરી, આખા વર્ષનો એન્ટી-વાઇરસ ડોઝ આપી રહ્યા છે. ક્યાંક તમારી આસપાસ લીમડા બચ્યા હોય, મોહર્યા હોય તો બેપાંચ ડાળખી નાના સફેદ ફૂલનો મૉર ‘કોરોનાટાણે’ માણવા જેવો ખરો..!
#ઈમેજમેકર #શૈલેશ_રાવલ #લીમડો #મોર #ગુજરાતી_પરંપરા #imajemaker #shailesh #raval #photography #Gujarat #neem_flowers #antibiotic