ગૂગલે અવકાશ પરથી તસવીર લીધી, વિશ્વના અતિ આકર્ષક નવા 1 હજાર લેન્ડસ્કેપમાં જામનગરના 3 સ્થળોને સ્થાન

જામનગર: ગૂગલે અવકાશ પરથી લીધેલી, વિશ્વના અતિ આકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપની વિહંગમ તસવીરો જારી કરી છે. નવા એક હજાર દ્રશ્યો સાથે પૃથ્વી પરના આવા લેન્ડસ્કેપની તસવીરોની સંખ્યા 2500 જેટલી છે. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલપેપરમાં ઉમેર્યા છે. એક હજાર જેટલા નવા લેન્ડસ્કેપમાં જામનગર નજીક આવેલ સરમત અને સિક્કા જેટી તેમજ જામનગરની દરિયાઇ જીવસૃષ્ટી વિસ્તારનો સમાવેશ થાય છે.