પાટણમાં ઐતિહાસિક પાટણ નગરનો 1274 મો બર્થ ડે

પાટણ નગરનો 1274 મો સ્થાપના દિન અલગ અલગ સ્ટેટના રાજવીઓની ઉપસ્થિતિમાં છેલ્લા 18 વર્ષની પરંપરા મુજબ આનંદોલ્લાસ અને ઐતિહાસિકતાના માહોલમાં ઉજવાયો હતો. જેમાં વિરાંજલી સમારોહ,શોભાયાત્રા અને લોકડાયરો એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કરનાર રાજપૂત સમાજની 150 દીકરીઓ દ્વારા સામૂહિક તલવાર રાસ રજુ કરીને ક્ષત્રાણીની ખમીરી ઝળકાવી હતી.આ પ્રસંગે રાજવીઓએ ક્ષત્રિયોનો ઇતિહાસ ભવ્ય છે તેમ ભવિષ્ય પણ આધુનિક ટેકનોલોજીના યુગમાં ભવ્ય બનાવવા તત્પર બનવા પર ભાર મૂક્યો હતો. અન્ય ઇતિહાસ ઘણા ભણાવ્યા હવે રાજપૂત રાજા મહારાજા અને વીરાંગનાઓના ઇતિહાસને ભણાવવા જણાવ્યું હતું.