હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ

હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ થઈ છે. એક તરફ કાનૂની સ્થિતિ મજબૂત છે. બીજી તરફ ફરજીયાત હેલ્મેટથી લોકો નારાજ થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વર્ષમાં જ સરકારના પક્ષે સહન કરવુ પડે તેવા સંજોગો છે. સરકાર આમાથી રસ્તો કાઢવા પ્રયાસ કરી રહી છે. હેલ્મેટના કાયદાનો અમલ થાય પરંતુ પોલીસ તેને ઝુંબેશ તરીકે ન ઉપાડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તેવા સંજોગો છે. હેલ્મેટના મુદ્દે સરકાર જનજાગરણ માટે પ્રયાસ કરશે. ગઈકાલ પછી આજની સ્થિતિએ હેલ્મેટ બાબતે ખરેખર સાચુ શું ? તેની સરકારે કોઈ સત્તાવાર સ્પષ્ટતા ન કરતા લોકોમાં દ્વિધા પ્રવર્તે છે. હેલ્મેટ સંબંધી સરકારના જ બે ખાતા વાહન વ્યવહાર અને ગૃહ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું દેખાય આવે છે.