નર્મદા જિલ્લામાં કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૩ દરદીઓ અને
કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૯ દરદીઓને આજે રજા અપાઇ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૪૮ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૩૬, હોમ આઇસોલેશનમા ૭૬ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૪ દરદીઓ સહિત કુલ-૩૧૪ દરદીઓ સારવાર હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૫,૦૯૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૪૯૧ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલાતા 9
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસ ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૩ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૯ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૭૬ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૮ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૩૬ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૪ દરદીઓ સહિત કુલ- ૩૧૪ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૩૨૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૭૧ સહિત કુલ-૧૧૦૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૯ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૫,૦૯૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-કુલ-૪૯૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૫૪૮૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૦૦૯૧ લોકોને વિતરણ કરાઇ છે.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા