ચાલતા જવા મજબૂર કરશે સરકાર ચૂંટણી પુરી થતાં જનતાના ખિસ્સા ખાલી કરવાનુ
કાવતરૂ
દેશના કેટલાય શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો હતો. આ તમામ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, આવનારા સમયમાં પેટ્રોલની કિંમતોમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાનો છે.
જાણો શું કહે છે આ રિપોર્ટ
ક્રેડિટ સઈસના રિપોર્ટમાં કહેવાયુ છે કે, જો પેટ્રોલિયમ કંપની પોતાના નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે, તો આગામી દિવસોમાં 5.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા મોંધુ થવાનું છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના વધતા ભાવોના કારણે તેલ કંપનીઓ માર્કેટિંગ માર્જિન પર સુધારામાં ધ્યાન આપશે. જો તેલ કંપનીઓ પોતાનું માર્જિન 2019-20ના સ્તરે બનાવી રાખશે, તો ડીઝલની કિંમતમાં 2.8 થી 3 રૂપિયા સુધી વધારો અને પેટ્રોલમાં 5.5 રૂપિયાનો વધારો કરી શકે છે.