પત્રકારો માટે કરી ફ્રન્ટલાઇન વર્કરના દરજ્જાની માંગણી

પત્રકારો માટે કરી ફ્રન્ટલાઇન વર્કરના દરજ્જાની
માંગણી

મહારાષ્ટ્રના પ્રધાન બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પત્રકારોને ફ્રન્ટલાઇન વર્કર્સનો દરજ્જો આપવાની વિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો જેથી તેમને કોરોનાની રસી મળે એ સુનિશ્ચિત કરી શકાય.પત્રકારો સાથે વાત કરતાં રાજ્યના મહેસૂલપ્રધાને જણાવ્યું હતું કે મહામારીમાં કોરોનાનું જોખમ સતત તોળાયેલું રહેતું હોવા છતા ( પત્રકારો તેમના જીવના જોખમે તેમની ફરજ નિભાવે છે. તેમને ફ્રન્ટલાઇન વર્કર્સ ગણીને રસી અપાય એ જરૂરી છે