નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ચોથીવાર હાફ સેન્ચુરી

બ્રેકીંગ નર્મદા

નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ચોથીવાર હાફ સેન્ચુરી

નર્મદામાં આજે વધુ 52 કેસ નોંધાયા

જેમાં નાંદોદ તાલુકામા -10,ગરુડેશ્વર -12,તિલકવડા મા -19,દેડિયાપાડા તાલુકમાં 01,સાગબારા મા 04અને રાજપીપલા 05કેસ નોંધાયા છે

તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 607 કેસ

રાજપીપલા,તા 6

નર્મદા જિલ્લામાં આજે
કોરોનાની ચોથી વાર હાફ સેન્ચુરી પૂરી કરીછે નર્મદામા આજે વધુ 52કેસ નોંધાયા છે
જેમાં નાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -15,તિલકવડા મા -17,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 08અને રાજપીપલા 04કેસ નોંધાયા છે
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 41 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 11 સહિત કુલ-52 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 41 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 82 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 43 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 146 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 68 દરદીઓ સહિત કુલ-339 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 476 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 876 સહિત કુલ-1352 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-78274 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવનાકેસો મા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એકજ દિવસ મા 607તાવ ના દર્દીઓ નોંધાયા હતા
આ દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1004735 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9049375 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા