HRCT ના ટેસ્ટ ના જિલ્લા કલકેટર દ્વારા 500 ઘટાડો કર્યો

નર્મદા જિલ્લા વાસીઓ માટે રાહત ના સમાચાર HRCT ના ટેસ્ટ ના જિલ્લા કલકેટર દ્વારા 500 ઘટાડો કર્યો

જિલ્લા વહિવટીતંત્રના પ્રયાસોથી રાજપીપલાના નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર દ્વારા કોરોના ના પરિક્ષણ માટે કરાતાં HRCT ના દરમાં રૂા 500 નો કરાયેલો ઘટાડો :

હવેથી નવા દર મુજબ રૂા. 2500 નો ચાર્જ લેવાશે

રાજપીપલા:- તા 5


નર્મદા જિલ્લો અતિપછાટ અને આદિવાસી જિલ્લો છે અહીં મોટાભાગે લોકો ખેતી પર નિર્ભય છે ત્યારે હાલ કોરોના મહામારી જિલ્લા માં વધી રહી છે અને આ કોરોના ટેસ્ટ માં rtpcr ,રેપીડ,તૃનટ ટેસ્ટ સરકાર દ્વારા મફત માં કરવામાં આવે છે જોકે કોરોના પોઝિટિવ માં કેટલાક લોકો ને સીધી અસર ફેફસા પર પડતી હોય છે જેનું પ્રમાણ જોવા HRCT (સિટીસ્કેન )ટેસ્ટ ની જરૂર પડે છે જે માટે રાજપીપલા એક માત્ર નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર પર કરવામાં આવે છે જેનો ચાર્જ 3000 રૂપિયા હતા પરંતુ હાલ જિલ્લા કલકેટર દ્વારા આમા પણ રાહત કરવામાં આવ્યો છે રાજપીપલામાં વિજય પ્રસૃતિગૃહ ખાતે કાર્યરત નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર ખાતે હાલની પેડનેમિક પરિસ્થિતિમાં તેમને ત્યાં કોવિડ-૧૯ ના પરિક્ષણ માટે HRCT થતાં હોય છે. સદર HRCT નો ચાર્જ આ સેન્ટર દ્વારા પેશન્ટ પાસેથી અગાઉ રૂા.3000 લેવામાં આવતો હતો. જે અંગે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસોથી સદરહું સેન્ટરના તબીબ-સંચાલક તરફથી તેમાં રૂા.500 નો ઘટડો કરી નર્મદા જિલ્લા ની પ્રજા ને રાહત આપવામાં આવી છે હવે પછી પેશન્ટ પાસેથી ફક્ત રૂા.2500 નો જ ચાર્જ લેવામાં આવશે. આ સિવાય આ સેન્ટર તરફથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક પેશન્ટને તે બાબતની રસીદ આપવામાં આવશે તે મતલબનું લેખિત અનુમોદન નર્મદા જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્રને નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર તરફથી ગરીબ પ્રજા ને રાહત મળતા આનંદ ની લાગણી ફેલાઇ છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા