નર્મદા જિલ્લાના રાજપીપળા દેડીયાપાડા વિસ્તારમાંથી પકડાયેલો 23.9 લાખના વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરતી નર્મદા પોલીસ.

નર્મદા જિલ્લાના રાજપીપળા દેડીયાપાડા વિસ્તારમાંથી પકડાયેલો 23.9 લાખના વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરતી નર્મદા પોલીસ.

રાજપીપળા પોલીસ મથકની બોટલ નંગ. 1180.5 કિ.રૂ.163775/- તથા આમલેથા પોલીસ મથકની કુલ બોટલ નંગ.1653 કિં. રૂ.208340/-

મળી કુલ બોટલ નંગ 38335 કિં. રૂ. 3,72,115/- વિદેશી દારૂનો નાશ કરાયો.

રાજપીપળા કરજણ નદીના ભાઠામાં આવવરુ જગ્યામાં જેસીબી મશીનથી નાશ કરાયો.

દેડીયાપાડા પોલીસ દ્વારા પકડવામાં આવેલા નવો 19.30 લાખના દારૂના જથ્થા ઉપર પણ બુલડોઝર ફેરવાયું.

પ્લાસ્ટિકની બોટલ તથા પુઠાની હોડી કરી સળગાવી દઇ તથા તુટેલ કાચ તથા પડેલો કચરો ઊંડો ખાડો ખોદી દાટી દેવામાં આવ્યો.

રાજપીપળા,તા.16

નર્મદા જિલ્લામાં રાજપીપળાની દેડીયાપાડા વિસ્તારમાંથી પકડાયેલો 59.7 લાખના વિદેશી દારૂ બિયરનો જથ્થો નર્મદા પોલીસે નાશ કર્યો છે.જેમાં રાજપીપળા પોલીસ મથકની બોટલ નંગ 1180.5 કિ. રૂ. 1633775/- તથા આમલેથા પોલીસ મથકની કુલ બોટલ નંગ.1653 કિં. રૂ. 208340/- મળી કુલ બોટલ નંગ.38335 કિ.રૂ.3,72,115/- નો વિદેશી દારૂનો નાશ રાજપીપળા કરજણ નદીમાં ભાઠામાં આવવરૂ જગ્યામાં જેસીબી મશીનથી નાશ કરાયો હતો.જ્યારે દેડીયાપાડા પોલીસ દ્વારા પકડવામાં આવેલા 19.37 લાખના દારૂના જથ્થા ઉપર પણ બુલડોઝર ફેરવી કુલ રૂપિયા 23.9 લાખની કિંમતના દારૂનો નર્મદા પોલીસે નાશ કર્યો છે.

જેમાં રાજપીપળા પોલીસ સ્ટેશન તથા આમલેથા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવા બાબતે પોલીસ અધિક્ષક નર્મદાના કડક નિર્દેશો આધારે નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ડિવિઝનની કડક સૂચનાને આધારે દારૂના દુષણને ડામવા માટે રાજપીપળા પોલીસ મથક તથા આમલેથા પોલીસ મથક ખાતે આરોપીઓ પાસેથી કબજે કરેલ વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસ મથકમાં પડી રહેતો હોય જે ખૂબ જ દુર્ગંધ મારતો હતો,જેથી પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને જોખમકારક હોય તથા પોલીસ સ્ટેશનમાં બેસવા ઊઠવા માટે તકલીફ પડતી હતી,તેથી બીજા એડિશનલ જ્યુંડી મેજી જે.એમ.એફ.સી કોર્ટ રાજપીપળા પાસેથી નાશ કરવા અંગેની મંજૂરી મેળવી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજપીપળા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર.જાદવ રાજપીપળા પો.સ.ઈ એસ.ડી.પટેલ આમલેથાની રૂબરૂમાં રાજપીપળા પોલીસ મથકની રાજપીપળા પોલીસ મથકની બોટલ નંગ 1180.5 કિ. રૂ. 1633775/- તથા આમલેથા પોલીસ મથકની કુલ બોટલ નંગ.1653 કિં. રૂ. 208340/- મળી કુલ બોટલ નંગ.38335 કિ.રૂ.3,72,115 /-નો વિદેશી દારૂનો મુદ્દામાલ કરજણ નદી ના ભાડામાં અવવરુ જગ્યામાં જેસીબી મશીનથી નાશ કર્યો હતો.અને ત્યારબાદ પ્લાસ્ટિકની બોટલ તથા પુઠા સળગાવી દઇ તથા તૂટેલ કાચ તથા સળગાવેલ કચરો ઊંડો ખાડો ખોદી દાટી દેવામાં આવેલ છે.

જ્યારે દેડિયાપાડા પોલીસ દ્વારા પકડવામાં આવેલો 19.30 લાખના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરાયો હતો.

જેમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ મથકની હદ વિસ્તારમાં વિદેશી દારૂ 1937 લાખનો કુલ બોટલ નં.21687 રોલર ફેરવી નાશ કરાયો હતો.જેમાં રાજપીપળા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર તથા સબ ડીજનલ મેજિસ્ટ્રેટ દિપક બારીયા તથા નશાબંધી અને અખબારી ખાતાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા ની હાજરીમાં દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. આર. ડામોર દેડીયાપાડા પોલીસ ટીમ સાથે પંચોની હાજરીમાં જેસીબી મશીન વડે પ્રોહીબીશન મુદ્દામાલનો નાશ કરી ખાડો ખોદી જગ્યાની સ્વચ્છતા પણ કરવામાં આવી હતી.

રિપોર્ટ :જયોતિ જગતાપ, રાજપીપળા