સરેરાશ દરેક ભારતીય બાળપણમાં અને નવરાશના સમયમાં સાપસીડી રમત તો રમ્યો જ હશે. કોરોના વેકેશનમાં સમય પસાર કરવા સાપસીડી રમાતી હશે, સમય ફાળવીને રમી લેજો. સાપસીડી એટલે સસ્તી, મજેદાર અને મેનેજમેન્ટના મસ્ત મસ્ત લેશન હસતાં હસતાં શીખવી જાય પણ ખબર ના પડે કે સલાહ આપી… આપણા સાહિત્યમાં કોઇપણ વાત લખ્યા પછી એને સમજાવી પડે, જોક પણ સમજાવવા પડે… એ સંજોગોમાં આપણી ઓરિજિનલ ઇન્ડોર ગેમ્સ ચૂપચાપ લેશન શીખવે. મનમાં પ્રશ્ન થાય કે સાપસીડીમાં સીડી કે નિસરણી તો શું કામ? માણસના જીવનમાં પ્રગતિ કરવા સીડી જોઈએ, આ દરેકને લાગુ પડતી હોય છે. સારી સીડી મળે તો ઝડપી પ્રગતિ થાય, સિપસીડીએ કશું કીધા વગર બચપણમાં લેશન આપી દીધું કે સીડી શોધતા રહેજો અને ન મળે તો સદ્ધર સાસરી શોધજો… તો પછી સાપ કેમ? મહાભારતના પરિક્ષિતના મૃત્યુ માટે કોણ આવ્યું હતું? મૃત્યુને સાપ સાથે જોડવામાં આવ્યો અને આ કથાઓ લોકસાહિત્યના સ્વરૂપે આગળ વધતાં અધોગતિને સાપ સાથે જોડવામાં આવી. પ્રગતિ માટે સીડી તો અધોગતિ માટે સાપ…આંક જુઓ તો કેટલા? પૂરા સો… સનાતન સાહિત્યમાં આઇડિયલી સો વર્ષનું આયુષ્ય સ્વીકારવામાં આવ્યું છે, છેક અઠ્ઠાણુ નવ્વાણું પર જ સાપ હોય છે, સફળતાના નશામાં કોઈ ભૂલ થઇ તો ફરી રમત રમવા તૈયાર થઈ જાવ… નવો જન્મ… પુનરપિ જનમમ્ પુનરપિ મરણમ્… છેક નવ્વાણુંથી પડેલો પણ પાછો હેમખેમ સો પર પાછો પહોંચી શકે છે… યસ, કોરોના લેશન, ટોચ પરથી પડી ગયા? રમતની બહાર નીકળ્યા નથી. સાપસીડી રમતમાં આઉટ થવાનો રિવાજ નથી. મોડું વહેલું થાય, એ તમારા હાથમાં નથી, તમારો રોલ પાસો ફેંકવાનો છે, ફેંસલો લાવવાનો નથી… જીવનના દરેક ખાનામાં અલગ અલગ ફેંસલો લખેલો છે, જીવનના સરળતમ સિદ્ધાંત શીખવતી સાપસીડી માટે એવું કહેવાય છે કે આ રમત ભારતમાં મોક્ષદ્વાર નામથી પહેલી બીજી સદીથી પ્રચલિત થઈ હતી. ઇશ્વરની લીલા મુજબ જીવનમાં હારજીત થતી હોય છે, સાપસીડીને ઇશ્વરલીલા તરીકે પણ ઓળખવામાં આવતી હતી, જૈન પરંપરામાં પણ સાપસીડી પ્રચલિત હતી અને રમતના વધુ સારા નિયમો જૈન પરંપરા પરથી આવ્યા હોવાનું માનવામાં આવે છે. એક એવો પણ અભ્યાસ છે કે માનવજીવનની ફિલસૂફી સમજાવવા સંત જ્ઞાનેશ્વરે આ રમત શોધી હતી, એની વે… મુસ્લિમ સમયમાં પણ પ્રચલિત રહી અને અંગ્રેજો સ્નેક એન્ડ લૈડરર્સના નામ સાથે થોડા સુધારા કરી યુરોપ લઇ ગયા, ત્યાંથી શૂટ એન્ડ લૈડરર્સના નામે અમેરિકા ગઇ… મૂળવાત, જીવનના અનેક લેશન સાથે મોક્ષનો મહીમા દર્શાવતી આ ગેમનું એક નામ મોક્ષપટામુ પણ હતું.. કોરોનાના આ યુગમાં માણસ મોક્ષની આ સરળ રમત મોબાઈલ એપ્લિકેશનથી રમતો થઈ ગયો. બસ પરિવાર સાથે રમત રમતાં શક્ય એટલા ફોટોગ્રાફ સંઘરી રાખજો…. વ્યસ્તતા વખતે ઘણા લેશન યાદ કરાવશે… રૂક જાના નહીં તું કહી હાર કે વાળી નવી શરૂઆત કરવાની હિંમત આપશે… Deval Shastri🌹
Related Posts
“લોકહિત” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
“લોકહિત” સગી માને રોતી કકળતી મૂકી માસીનુ સ્પેશિયલ કૈસર મલાઈયુકત દુધ પીને આવેલા એક ધારા સભ્યનુ અભિવાદન કરતા મે પુછયુ..…
કેચ મી ઈફ યુ કેનઃ 4 વર્ષમાં 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બની ચેક ચોરીને ચીટિંગ, પિતા-પુત્રનો ભાંડો છેવટે ફૂટ્યો.
કેચ મી ઈફ યુ કેન’ આ અંગ્રેજી ફિલ્મ જોઈને ચીટર પિતા-પુત્ર બેલડીએ 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બનીને ચેક ચોરીને લાખો રૂપિયાની…
ગીત-બબીતા ફોગાટની બહેને કુશ્તીની ફાઈનલમાં હાર થતા કર્યો આપઘાત
બબીતા ફોગાટની કઝિન બહેન રિતિકાને કુરતીની ફાઈનલમાં હાર સહન ન થતા સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રિતિકાએ…