*માર્ચમાં બેન્કો સતત 6 દિવસ બંધ રહેવાની છે*

દેશભરમાં રાષ્ટ્રીય બેન્કોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત 3 દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી તહેવારની રજા અને મહિનાના બીજા શનિવાર, રવિવારની રજા પણ હશે. એની પહેલાં, 8 માર્ચે રવિવાર હશે એટલે બેન્કો કુલ 7 દિવસ બંધ રહેશે. છેક 16 માર્ચે ખુલશે. 9 માર્ચે એક દિવસ માટે બેન્કો ખુલ્લી રહેશે, બેન્ક કર્મચારીઓને એમના પગારમાં 20 ટકા રકમનો વધારો જોઈએ છે.તે ઉપરાંત કામકાજ માટે પાંચ-દિવસનું અઠવાડિયું કરવા, પેન્શન પદ્ધતિને અપડેટ કરવા તથા ફેમિલી પેન્શન નિયમોમાં સુધારા કરવામાં આવે એવી પણ તેમની માગણી છે.ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓએ ગઈ 8-9 જાન્યુઆરીએ તેમજ ત્યારબાદ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, એમ બે દિવસ માટે આ જ મુદ્દાઓ ઉપર પણ હડતાળ પાડી હતી. માર્ચમાં બેન્કો આ દિવસોએ બંધ રહેશે 08- રવિવારની રજા
10- ધૂળેટીની રજા 11- બેન્ક કર્મીઓની હડતાળ 12- બેન્ક કર્મીઓની હડતાળ 13- બેન્ક કર્મીઓની હડતાળ 14- બીજા શનિવારની રજા 15- રવિવારની રજા