સરકાર પાસે રસી ના હોવા છતા મસ મોટી જાહેરાત
રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં રસીનો સ્ટોક ખૂટી પડતા આજે તારીખ 04-5-2021ના રોજ 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.