પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે. ત્યારે અહીં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જંગમવાડી મઠથી પાછા ફરતી વખતે રસ્તામાં રવિદાસ ગેટની પાસે સમાજવાદી પાર્ટીના એક કાર્યકર્તા વડાપ્રધાન મોદીની સામે કૂદીને આવી ગયો હતો.
આ કાર્યકર્તાએ વડાપ્રધાન મોદીને કાળુ જેકેટ બતાવી વિરોધ કરવા લાગ્યો હતો. આ કાફલા સાથે ચાલી રહેલા એસપીજી જવાન તુરંત પોતાની કારમાંથી બહાર આવી આ યુવકને રસ્તામાંથી હટાવ્યો હતો. પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.આ યુવકની ઓળખાણ અજય યાદવ તરીકે થઈ છે, એસપીના પૂર્વ જિલ્લાધ્યક્ષ સતીષ ફૌજીનો દિકરો છે. ઘટનાસ્થળ પર હાજર પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.