હિંમતનગર ખાતે હિંમતનગર શહેર રબારી સમાજ યુવક મંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાજના યુવકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.

હીંમતનગર ખાતે હિંમતનગર શહેર રબારી સમાજ યુવક મંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાજના યુવકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને જિલ્લાની કુલ 24 ટીમો એ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ ના ફાઇનલ મુકાબલામાં જય દ્વારકાધીશ ઇલેવન, ધનસુરા અને બામણા ઇલેવન વચ્ચે થયો હતો. જેમાં જય દ્વારકાધીશ ઇલેવન, ધનસુરા એ 35 રને મુકાબલો જીતી લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ સરકાર ની કોવિડ-19 ની ગાઈડલાઈન ને ધ્યાનમા રાખી ને થયો હતો. તેમજ તમામ યુવકો એ આ ટુર્નામેન્ટ ના સ્પોન્સર એવા G – SPORTS નો આભાર માન્યો હતો.