રાજપીપલા, તા.24

 

નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના 143 કર્મચારીઓના હકના તફાવતના બીજા હપ્તા ના 48,90,200રૂ. ના ચેકો 31માર્ચે જિલ્લા શિક્ષણાઘીકારીની સહી થઈ ગઈ હોવા છતાં આ ચેક લીસ્ટ

શિક્ષણાઘીકારીનીકચેરીના કર્માચારીઓની અક્ષમ્ય બેદરકારી અને ઢીલી નીતિને કારણે 31માર્ચ નો લેટર તથા કર્મચારીની ચેકલીસ્ટ 18મી એપ્રિલે એટલે 18દિવસ લેટ લીસ્ટ બેન્ક ઓફ બરોડા રાજપીપલા ની બ્રાન્ચમાં કર્મચારીના ખાતામા જમા કરવા મોકલ્યું હતું. પણ ખાટલે

મોટી ખોડ એ જોવા મળી કે બેંકના જવાબદાર કર્માચારિઓપણ 143કર્મીઓના નાણાં તેમના વ્યક્તિગત ખાતામાં જમા કરવામાં અત્યંત બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવી એક સપ્તાહ થઈ ગયું છતાં આજ રવિવાર 24એપ્રિલ સુધી કર્મચારીઓના ખાતા માં જમા ન થતાં કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.31માર્ચnu તૈયાર થયેલ લીસ્ટ 24એપ્રિલ સુધી પણ નાણાં જમા ન થતા 143 કર્મચારીઓને રૂ.48,90,200ની રકમ નું 24દિવસનું તગડુ વ્યાજ ગુમાવવાનો વારો આવ્યો છે.24મી એપ્રિલ સુધી બેંક માં ધૂળ ખાતું લીસ્ટની રકમ જમા થઈ નથી તેનામાટે શિક્ષણાઘીકારીનીકચેરીના કર્માચારીઓ અને બેંક ઓફ બરોડાના કર્મચારીઓને જવાબદાર ઠેરવ્યા છે. અને

ડીઈઓ કચેરી અને બેંક ઓફ બરોડાની નિષ્ક્રિયતા અને અક્ષ મ્ય બેદરકારીનો ભોગ કર્માચારીઓ બન્યા છે ત્યારે

ડીઈઓ કચેરીએ 143 કર્મચારીઓના 48.90 લાખના ચેકલીસ્ટતૈયાર હોવા છતાં 18દિવસ મોડું બેંકમાં કેમ જમા કરાવ્યું?અને

બેંકમાં કર્મચારીઓ ના વ્યક્તિગત ખાતામાં ચેકો જમા કરવામાં પણ બેંકની આડોડાઇ સામેએક સપ્તાહ થયું છતાં ખાતામાં નાણાં જમા ન થતાં કર્મચારીઓને 49લાખના વ્યાજનું મોટુ નુકસાન કોણ ભોગવશે?એ પ્રશ્ન કર્માચારીઓ પૂછી રહ્યા છે. ત્યારે

ડિઇઓ કચેરીના અને બેંક ઓફ બરોડાના બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી પગલાં ભરવાની માંગ કર્મચારીઓએ કરી છે.

 

કર્મચારીઓ જણાવે છે કેસરકારે પાંચ હપ્તામાં તફાવતના નાણાં ચૂકવવાનો હુકમ કરેલ તેમાં પ્રથમ હપ્તો 2018માં ચૂકવ્યો હતો. ત્યાર પછી બીજા હપ્તાની રકમ સરકારે 2022માં ચૂકવી છે. એટલે કે ચાર વર્ષ પછી બીજો હપ્તો ચૂકવ્યો ત્યારે સ્થાનિક તંત્રએ એમાં વધુ ઢીલ કરીકર્મચારીઓને મોટુ આર્થિક નુકશાન કર્યું છે

 

અહેવાલ : દીપક જગતાપ, રાજપીપલા