કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી

*કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી.*
*કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૧૦૦ વર્ષીય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી.*

*ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ છે. તેમણે આપણને આપત્તિઓ સામે ઝઝૂમવાનું અને વિજય મેળવવાનું શીખવ્યું છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

તા. ૧ મે ના રોજ ગુજરાતના ૬૧મા સ્થાપના દિન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી હતી અને સૌને વેક્સિન લેવા માટે સૌને નમ્ર અપીલ કરવામાં આવી હતી.સાથે – સાથે માસ્ક પહેરવું જોઈએ,સોશિયલ ડીસ્ટન્ટસ જાળવવું જોઈએ તે અંગેના પ્લેકાર્ડ પણ અંકિત કરવામાં આવ્યા હતા.

*ગુજરાત સ્થાપના દિન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ખુમારી,પુરુષાર્થ અને જુસ્સા સાથે આપત્તિ સામે લડવું એ ગુજરાતની પ્રજાના લોહીમાં રહેલું છે, હાલ કોરોના વાયરસની ઉપાધિ સામે આપણે એકસાથે લડવું જોઈએ, અને આપણે સાથે મળીને લડીશું તો અવશ્ય કોરાનાને હારાવી શકીશું.

આ ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ છે. તેમણે આપણને આપત્તિઓ સામે ઝઝૂમવાનું અને વિજય મેળવવાનું શીખવ્યું છે. તેથી આપણે સૌ કોરોના વાયરસની ઉપાધિ સામે હતાશ ના થઈએ અને સંપીને એક થઈને તેની સામે લડીશું તો અવશ્ય વિજયી નીવડીશું.

તા. ૧ મે ના રોજ ૧૮ વર્ષની ઉંમરથી ઉપરના યુવાનો માટે કોરોના વાયરસની રસી મૂકવાનું પ્રારંભ થયું છે, તો આપણે સૌ કોઈએ અવશ્ય રસીના બે ડોઝ લેવા જોઈએ અને સૌને લેવડાવવા જોઈએ. રસી લેવાથી આ કોરોના વાયરસમાંથી મુક્ત થઈ શકાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના ૧૦૦ વર્ષીય મહંત સદ્ગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌની કોરોના વાયરસ થકી સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી હતી.