સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત
૧ મેથી ૧૮થી ૪૪ની વય જૂથનાને કોરોના રસી આપવાનું શરૃ થશે
કોરોનાની સ્થિતિ વચ્ચે આજથી રાજ્યમાં રસીકરણના વધુ એક તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ અને મહેસાણાને રસી અપાશે, બીજી તરફ રજિસ્ટ્રેશન કરનારને મળશે વેક્સિન, ઓછા સ્ટોક વચ્ચે સરકારે નિર્ણય લીધો છે.
સુરત શહેરના તમામ કાપડ માર્કેટ 5 મે સુધી બંધ
ફોસ્ટાની જાહેરાત મુજબ જ સુરતમાં આવેલ તમામ કાપડના મારકેટ, દુકાનો, આગામી 5 મે સુધી એટલે કે આઠ દિવસ સુધી બંધ રહેશે. આ ઉપરાંત સુરત શહેરમાં આવેલ વિવિધ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ રહેશે.
પૂર્વ કોર્પોરેટર સામે બળાત્કારની ફરિયાદ
પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. સોખાડા ગામે ફાર્મ હાઉસમાં પાર્ટી કરીને યુવતીને ઘરે મુકવા જતી વખતે આ ઘટના બની હતી. પાદરા નજીક કારમાં શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીને નિર્વસ્ત્ર કરી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ ફરિયાદ થઈ છે.
કોવિડ હોસ્પિટલમાં સારવારના બહાને મહિલા ઉપર દુષ્કર્મ
રાજકોટ રાત્રીના સમયે મહિલાને માથાનો દુખાવો હતો. જેથી તેઓ પથારી પર બેઠા હતા ત્યારે એટેન્ડન્ટ હિતેષ ત્યાં આવ્યો હતો અને દવા કરવાના બહાને વોર્ડની લાઇટ બંધ કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવાઈ છે.
રેમડેસિવિર ઇન્જેક્શન મામલો: CBI તપાસની ઉઠી માંગ
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જસુ પટેલે સીબીઆઈ તપાસની માગ કરી છે. જસુ પટેલ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં રેમડેસિવિર ઈન્જેક્શનનો આવ્યા તો ગયા ક્યા? આ મુદ્દે સીબીઆઈ તપાસ થવી જોઈએ. સીબીઆઈ તપાસમાં ફાર્મસી કાઉન્સિલ પણ સાથે રાખવું જોઈએ આ મામલામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શંકાના દાયરમાં છે.
સીએમએ અમેરિકાના ગુજરાતી સમાજ સાથે કોવિડ સંદર્ભે ઇ-બેઠક
ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીએ નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજ સાથે કોવિડ સંદર્ભે ઇ-બેઠક યોજી હતી..નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજ અને સિનિયર એસોસિએશનના સભ્યોને કોવિડની માહિતી આપવામાં આવી હતી.
મોગલ આશ્રમની સંચાલિકા સહિત પાંચ લોકોની ધરપકડ
રાજકોટમાં વધુ એક હનિટ્રેપની ઘટના સામે આવી છે. ટંકારાના નેકનામ ગામના ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. યુવતીએ ખેડૂતને ફોન કરીને તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવી વાતચીત કરી હતી. યુવતીએ ખેડૂતને મળવા માટેનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે ખેડૂતે પોલીસને જાણ કરતા તમામ હકિકતનો પર્દાફાશ થયો હતો.
આરોપીઓમાં મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા તથા તેના સગીર પુત્ર સામે પણ સમાવેશ થાય છે. પોલીસ ગુનો દાખલ કર્યો. રાજકોટ ચુનારાવાડની મહિલા, મિતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નાર્કોટીક્સના ગુનામાં અગાઉ સંડોવાયેલા છે.
ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં કામ કરવાની સલાહ
અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ બેકાબુ બનતી જાય છે.ત્યારે અમદાવાદની જિલ્લા પંચાયત કચેરી ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી.બેઠક દરમિયાન જિલ્લા પંચાયતે કરેલી કામગીરીનું ડીડીઓ અરૂણ બાબુએ પ્રેઝન્ટેશન કર્યુ હતુ. બેઠક બાદ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે મુખ્યપ્રધાનના આદેશ પ્રમાણે દરેક પ્રધાન પોતાનો જિલ્લો અને અન્ય એક જિલ્લામાં જાય તેમજ ચૂંટાયેલા લોકો સાથે ચર્ચા વિચારણા કરે ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી એક લાખ ઉકાળા વિતરણ કરી, બાયપેપ મશીનની સુવિધા આપે. દવા, વિટામીન અને પેરાસિટમોલ હોય તેવી પાંચ હજાર કીટનું વિતરણ કરે. તેમ પણ કહ્યું. આગામી દિવસોમા સાત ઓક્સિજન પ્લાન્ટઉભા કરવાના દાવો પણ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં બનશે કોવિડ હોસ્પિટલ
ગાંધીનગરના એક્ઝિબીશન ગ્રાઉન્ડ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદે જાહેરાત કરી હતી જેના પગલે ડીઆરડીઓના અધિકારીઓ ડોમની મુલાકાત લીધી હતી અને સ્થળ તપાસ કરી હતી. જેમાં જરૃરી આધારભુત સુવિધાઓ જેવી કે ડ્રેનેજ, એસી વગેરેની સગવડતા નહીં હોવાના કારણે આ સ્થળે હોસ્પિટલ ઉભી કરવાના બદલે મહાત્મા મંદિર ખાતે શરૃ કરવાનો નિર્ણય કર્યો છે
ગુજરાતના દરેક ગામમાં બનશે આઈસોલેશન સેન્ટર
સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારની સાથે સાથે આ વખતે ગ્રામ્યવિસ્તારમાં પણ કોરોનાનો ચેપ ખુબ જ ઝડપથી ફેલાયો છે એટલુ જ નહીં, ગ્રામ્યવિસ્તારમાં કેસનો ગ્રાફ સતત ઉંચો રહેવાને કારણે વિજય રૃપાણી દ્વારા કેટલીક સુચનાઓ આપી હતી. જેને પગલે હવે ગાંધીનગર જિલ્લાના દરેક ગામોમાં આઇસોલેશન સેન્ટર ઉભુ કરવા માટે જિલ્લા કક્ષાએથી ગ્રામ પંચાયતોને આદેશ આપવામાં આવ્યા છે જેમાં ગામના પોઝિટિવ દર્દીઓને રાખીને ચેપ ફેલાતો અટકાવવાના પગલાં ભરવા માટે તલાટી-સરપંચને કરવા આદેશ છુટયા છે.
ભારતને મળ્યો અમેરિકાનો સહારો
કોરોના કાળ વચ્ચે યુએસએ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે. ઘાતક મહામારીને નાથવા માટે અમેરિકાએ બે વિમાનો દ્વારા મોકલેલો મેડિકલ સહાયનો જથ્થો ભારત પહોંચ્યો હતો. અમેરિકાએ બે વિમાનમાં કોવિડ સહાયતા તરીકે 100 મિલિયન ડોલરના ઓક્સિજન સિલિન્ડર, રેપિડ ટેસ્ટિંગ કીટ અને એન-95 માસ્કની પહેલી ખેપ મોકલાવી છે.
31 મે સુધી સસ્પેન્ડ રહેશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ
કોરોના વાયરસના વધતા મામલાઓના કારણે નાગરીક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું સસ્પેંશન 31 મે 2021 સુધી વધારી દીધું છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન અને ફ્લાઈટો પર લાગુ નહીં થાય. સાથે સાથે જરૂરિયાત પડવા પર કેટલીક આંતરરાષ્ટ્રીય રૂટ પર સંબધિત ઓથોરીટીની મંજૂરી પછી ફ્લાઈટોને સંચાલિત કરવામાં આવશે.