કોરોના વધતા જતા કેસો માટે આવા દર્દીઓ ખતરનાક સાબિત થઈ શકે છે

લ્યો કરો વાત હવે કોરોના ના દર્દીઓ બેરોકટોક બજારમાં ફરવા નીકળી જાય છે ! કોરોના વધતા જતા કેસો માટે આવા દર્દીઓ ખતરનાક સાબિત થઈ શકે છે.
તિલકવાડા બજારમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેરમાં બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.
રાજપીપળામાં પણ પશુપતિનાથ કેબીન પાસે દસ થી વધારે લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગ નો ગુનો કરતા ફરિયાદ.
રાજપીપળા,તા.8
લો કરો વાત હવે નર્મદા માં કોરોનાના દર્દીઓ બેરોકટોક બજારમાં ફરવા નીકળી જાય છે !હોમ આઇસોલેશનના નામે દર્દીઓ ઘરે રહીને સારવાર કરે છે.પણ ઘરની બહાર પોલીસ ન હોવાથી સંક્રમિત દર્દીઓ બેરોકટોક બહાર ફરવા નીકળી જાય છે.કોરોનાના વધતા જતા કેસો માટે આવા દર્દીઓ ખતરનાક સાબિત થઇ શકે છે. જેમાં તિલકવાડા બજારમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેરમાં બહાર નીકળી જાહેરનામા ભંગ કરતા તેની સામે ફરિયાદ થઈ છે.
જેમાં ફરિયાદી એમ.બી.વસાવા પો.સા.ઈ તિલકવાડા જાતે ફરિયાદી બની આરોપી ઉસ્માનખા મંનવરખા મલેક (રહે, નીચલી બજાર તિલકવાડા )સામે ફરિયાદ કરી છે.જેમાં આરોપી ઉસ્માનખા પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના ઘરની બહાર જાહેરમાં નીકળેલ જાહેરમાં મળી આવતાં જિલ્લા મેજિસ્ટ્રેટના કોવીડના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ ઉપરાંત રાજપીપળામાં પણ પશુપતિનાથ કેબીન પાસે દસથી વધારે લોકો ભેગા કરી જાહેરનામા ભંગનો ગુનો કરતાં ફરિયાદી વી.આર. વસાવા ઇન્ચાર્જ પો.ઈન્સ એ આરોપી પપ્યુ ભગતસિંગ રાઠોડ (રહે,ચંદ્રવિલા સોસાયટી, રાજપીપળા) સામે કાર્યવાહી કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી પપ્પુ ભગતસિંગ રાઠોડ (રહે,ચંદ્રવિલા સોસાયટી, રાજપીપળા) ના ગેરકાયદેસર રીતે પોતાની ખાણીપીણીની દુકાન શ્રી પશુપતિનાથ કેબીન ચાલુ રાખી દસથી વધારે માણસો ભેગા કરી વધુ માણસો ભેગા કરવાના જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા