નર્મદા
જિલ્લામાં આજે વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2971 થઈ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 42 દરદીઓને
આજે રજા અપાઇ
રાજપીપલા,તા25
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે કુલ-33 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1602,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1302 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2971 નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 42 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1768 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2684 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 143 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે58 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 31 અને વડોદરા ખાતે 52 દરદીઓ સહિત કુલ-294 દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં 495 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1015 સહિત કુલ-1510 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-44664 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-29 દરદીઓ, તાવના-33 દરદીઓ, ઝાડાના 34 દરદીઓ સહિત કુલ-106 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001950 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9046559 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા