સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.