આજે મારવાડી સમાજની સાતમ.. સામાજિક અંતર ભૂલી લાંભાના બળિયા દેવ મંદિરે દર્શન કરવા ઉમટ્યો મારવાડી સમાજ.

અમદાવાદ: મારવાડી સમાજ દ્વારા ફાગણ વદ સાતમનો તહેવાર ઉજવવામાં આવ્યો પણ ક્યાંક કોવિડ 19 ની ગાઈડલાઈન પણ ભુલાઈ તેવું જોવા મળ્યું છે. આજના દિવસે મારવાડી સમાજ સાતમના તહેવારની ઉજવણી કરે છે જેમાં મારવાડી કુટુંબમાં મહિલાઓ એક દિવસ પહેલા રસોઈ બનાવી રાખે છે અને જે સાતમ ના દિવસે ઠંડુ ખાવામાં આવે છે. સાતમ ના રોજ મારવાડી લોકો ખાસ બાજરામાંથી ઘે નામની વાનગી બનાવે છે અને સૌ કોઈ કુટુંબના સભ્યો સાથે મળી આ તહેવારની ખાસ ઉજવણી કરતા હોય છે.

અમદાવાદના લાંભા ખાતે આવેલ બળિયાદેવ મંદિર એ ફાગણ વદ સાતમને લઈને મારવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં સામાજિક અંતર વગર ઉમટી પડ્યા હતા અને ઘણા તો માસ્ક વગર પણ લોકો જોવા મળ્યા હતા. હાલમાં કોરોના નો કહેર જારી છે ત્યારે આવા સમયમાં પણ મારવાડી સમાજ દ્વારા કોવિડ 19 ની ગાઈડ લાઇનને નેવે મૂકી સતામનો તહેવાર ભવ્ય રીતે મનાવવામાં આવ્યો હતો. તહેવારોને ઉજવો માણો પરંતુ હાલના જે સંજોગો જોવા મળી રહ્યા છે તેમાં કોવિડ 19 ની ગાઈડ લાઈનનું પાલન કરી સરકાર અને તંત્રને પણ સહકાર આપવો એ પ્રત્યેક સમાજના નાગરિકની ફરજ પણ છે એ વાત ક્યારેય ન ભૂલો.. તમે સ્વસ્થ છો તો સૌ સ્વસ્થ છે માસ્ક પહેરો અને સામાજિક અંતરનું પાલન કરો અને કરાવો..