નર્મદા બ્રેકીંગ ન્યૂઝ :
નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળુંથતું હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ
સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને નહેરના કામો મા વેઠ ઉતરાઈ હોવાની જાણ કરી
ચાર દિવસ પહેલા સ્થળ મુલાકાત લીધા પછી પણ કામમા સુધારો ન થતા સાંસદ ગિન્નાયા
રાજપીપલા, તા24
નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળુંથતું હોવાનો આરોપ લગાવતા સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં નાંદોદ તથા ઝઘડીયા,વાલીયા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.જેમાં ડાબા કાંઠાની નહેરોનું નવીનીકરણ થોડા સમય પહેલાં પૂર્ણ થયું છે.
પરંતુ નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામ હમણાં થોડા દિવસો પહેલા જ ચાલુ કરવામાં આવેલ છે. મેં ચાર દિવસ પહેલા સ્થળ મુલાકાત લીધી હતી.ખૂબ જ ખરાબ કામ થતું હતું જે બાબતે મેં જવાબદાર અધિકારીઓને ધ્યાન દોરેલું છતાં પણ કામ જે સુધારો કરવો જોઈએ તે કર્યા વિના કામ ચાલુ છે.તેથી આ ખેડૂતોના હિતમાં કામ છે ખૂબ જ ખરાબ કામ થઇ રહ્યું છે. તે ગુણવત્તાવાળું થાય તે માટે ઘટતું કરવા પત્ર લખતા ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટ : જ્યોતી જગતાપ,રાજપીપળ