રાષ્ટ્રીય પ્રકલ્પ “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આર્ટસ એન્ડ કોમર્સ મુંદરા મધ્યે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું*

*રાષ્ટ્રીય પ્રકલ્પ “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આર્ટસ એન્ડ કોમર્સ મુંદરા મધ્યે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું*

 

 

ભારત વિકાસ પરિષદ નાં ત્રણ રાષ્ટ્રીય પ્રકલ્પો નું એક પ્રકલ્પ ” ભારત કો જાનો ” નું આયોજન ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ આપણો રાષ્ટ્રીય સંસ્કાર પ્રકલ્પ છે.

 

ભારત કો જાનો પ્રશ્ન મંચ કાર્યક્રમ ને પધારેલા અતિથીશ્રીઓ ના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યકમ ની શોભા વધારવા આમંત્રિત મહેમાનો માં મુંદરા બારોઈ નગરપાલિકા ના અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશી, ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ , કારોબારી ચેરમેન શ્રી ભોજરાજભાઈ ગઢવી, શ્રી પરાગભાઇ સોમપુરા, શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત, શ્રી કેતનભાઈ પ્રજાપતિ, શ્રી રેનીશભાઇ રાવ,શ્રી પ્રમેશભાઈ વેદ(ડાયરેક્ટર શ્રી રોયલ રિફાઇનરી) આદિપુર, મુંદરા સિટી પોલીસ મથક ના પી.આઈ, સાહેબ, મુંદરા શાખા ના મહિલા સંયોજીકા પ્રિયંકાબેન,સહ સંયોજીકા મમતાબેન, હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ પ્રકલ્પ વિશે ટૂંકી સમજ મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા એ આપી ત્યારબાદ તેનું સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રશ્નોતરી ની વ્યવસ્થા શ્રી ભૂષણભાઇ ભટ્ટ દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવી હતી અને સૌ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતું અને હેતલબેન ઉમરાણીયા અને હિરલબેન રાવ દ્વારા પ્રશ્નોતરી દરમ્યાન દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ બોર્ડ પર દર્શાવવામાં ની કામગીરી ખુબ તટસ્થ રીતે નિભાવવામાં આવી હતી.

 

આ સ્પર્ધામાં ૮૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો ત્યારબાદ આજરોજ તાલુકા લેવલ ની બીજા રાઉન્ડ ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં 10 જેટલી શાળામાં ભારત કો જાનો પ્રકલ્પ અંતર્ગત પ્રશ્નમંચ ની સ્પર્ધાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું

 

આ સ્પર્ધામાં બાળકો જીવનમાં સામાન્ય જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિ વિશે નું જ્ઞાન મેળવે તે માટેના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ને આ વિષયક માહિતી આપવામાં આવી અને વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા હતાં, બધી શાળા ના બાળકો ને કસોટી લક્ષી માહિતી આપી સૌપ્રથમ લેખિત પરીક્ષા બીજા રાઉન્ડ માં મૌખિક પરીક્ષા લઈ અને બધા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પરીક્ષા અંતગર્ત પ્રાથમિક વિભાગ માં પ્રથમ ક્રમાંક ઋષિરાજ ભુજપુર , દ્વિતીય પર્લ સ્કૂલ, અને તૃતીય અદાણી સ્કૂલ અને માધ્યમિક માં પ્રથમ ક્રમાંકે આર. ડી .હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ, દ્વિતીય ક્રમાંક પર્લ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ અને તૃતીય ક્રમાંક સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મુંદરા નાં વિદ્યાર્થીઓ ની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી તમામ વિજેતા ટીમોને સંસ્થા દ્વારા મેડલ, મોમેંટો અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અને પરીક્ષા ભાગ લેનાર દરેક વિદ્યાર્થી ને સર્ટિફિકેટ આપવા માં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માં બાળકો અને શિક્ષકો માટે સંસ્થા દ્વારા નાસ્તા ની વ્યવસ્થા ભાવેનભાઈ દ્વારા પાણી ની વ્યવસ્થા નીરજભાઈ દ્વારા કરવામાં આવી હતી.

 

સંસ્થા વતી સમગ્ર કાર્યક્રમ ના સંયોજક તરીકે ની જવાબદારી શ્રી રાજેશભાઈ ઠકકરે સંભાળી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા સહસંયોજીકા મમતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

આ પ્રકલ્પને સફળ બનાવવા આર્થિક સહયોગ શ્રી પ્રમેશભાઈ વેદ(ડાયરેક્ટર શ્રી રોયલ રિફાઇનરી) આદિપુર વાળા અને સંસ્થાના હાર્દિકભાઈ ગણાત્રા એ આપ્યો હતો અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુંદરા દ્વારા હોલ ની વ્યવસ્થા સંસ્થા ને મળી રહી હતી તે માટે મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગ સોમપુરા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું

 

સંસ્થા નાં સર્વે સભ્યો ના સાથ સહકાર ખુબ મળ્યો હતો.

 

 

કપિલ વ્યાસ

પ્રસાર પ્રચાર વિભાગ

મુંદરા શાખા.