જામનગરમાં 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી. 3 લોકોના મોત

જામનગરમાં 3 માળની જર્જરિત ઇમારત ધરાશાયી. 3 લોકોના મોત

*જીએનએ જામનગર* જામનગર ની સાધના કોલોની વિસ્તાર ખાતે ગુજરાત હાઉસીંગની જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ગમખ્વાર ઘટના સામે આવી છે. સૂત્રો મુજબ મળતી માહિતી મુજબ ઇમારતના 6 બ્લોક ધરાશાયી થયા છે અને આશરે 10 લોકો દબાયા હોવાની આશંકા સેવાઇ રહી છે જ્યારે 6 લોકોને હોસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા છે

જેમાં 3 ના મોત અને એક ની હલાત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક લોકો, ફાયર વિભાગ, 108, પોલીસ, જેસીબી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળ હટાવવાની અને બચાવ કાર્ય તાત્કાલિક ધોરણે ચાલી રહ્યું છે.

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને સમાચાર મળતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જાણકારી મેળવી ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. ઇમારત કઈ રીતે એકદમ ધરાશાયી થઈ? જો જર્જરિત હતી તો લોકોને પહેલા જણાવી અન્ય સ્થળે જવા કેમ જણાવવામાં ન આવ્યું? જેએમસી દ્વારા આગમચેતી શું પગલાં લેવાયા હતા? જેવા લોકોમાં ચર્ચાતા સવાલોના જવાબો સાચી તપાસના અંતે બહાર આવશે.