મોરબી-તા- ૨૪ એપ્રિલ ૨૦૨૧
મોરબીની સિવિલ હોસ્પીટલમા હિંન્દુ- મુસ્લીમ સામાજીક કાર્યકરો આવ્યા દર્દીઓની વ્હારે
દર્દીઓ અને તેના પરીવારજનો માટે ચા પાણી નાસ્તો તેમજ ચાર એમ્બયુલન્સ ફ્રિ સેવામા રાખી રાત દિવસ સેવા આપવા ખડેપગે રહે છે
મોરબીની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમા કોરોનાના દર્દીઓ ઓકસીજન બેડ માટે એમ્બયુલન્સમા જ સારવાર માટે ચોવીસ કલાક વેઈટીંગમા રહે છે તેવી કપરા સમયે ગરીબ દર્દીઓની સેવામા હિન્દુ મુસ્લીમ સામાજિક કાર્યકરો વ્હારે આવી સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમા દર્દીઓ અને તેના પરીવારજનો માટે સેવા કેમ્પ રાખી ચા પાણી નાસ્તો સહિત દર્દીઓ તેમજ મૃતકની ડેડબોડીને પહોચાડવા માટે ચાર એમ્બુલન્સ ફ્રી સેવામા રાખી માનવતા મહેકાવી રહયા છે તેવા સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, મુસાભાઈ બ્લોચ, જગદીશભાઈ બાંભણીયા, જનકભાઈ રાજા, કમલેશભાઈ બોરીચા, અશોકભાઈ ખરચરીયા, રફીકભાઈ પીપરવાડીયા, મામદખાન, આશીફભાઈ (ગુલ્ફી વાળા) , ઈમરાનભાઈ ધાંચી, લીયાકત બુખારી, કેતનભાઈ પાટડીયા સહિતનાનાએ હાલ સિવિલમાં કોવિડની ભયંકર પરિસ્થિતિ વચ્ચે દર્દીઓ તથા તેમના સગાઓની મદદે ખડેપગે રહે છે અને હાલ દર્દીઓના પરિવારજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીનું પરબ શરૂ કર્યું છે. દર્દીઓના પરિવારજનોને પાણી પૂરું પાડવાની સાથે ચા-નાસ્તો પણ આપે છે તેમજ બજરંગ મિત્ર મંડળ ગૃપ સવાર બપોર સાંજે ફ્રિ ટીફીન સેવા આપી રહયા છે
મોરબી સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓને લઈને તેમના સ્વજનો સારવાર અર્થે આવે છે ત્યારે કોવિડની પરિસ્થિતિને ધ્યાને બપોર પછી દુકાનો બંધ થઈ જાય છે તેમજ રાત્રીના 8 પછી કરફ્યુ હોવાને કારણે એકપણ દુકાનો ખુલી હોતી નથી. આવી પરિસ્થિતિને કારણે દર્દીઓની સારવાર માટે આવતા એમના સ્વજનોને પીવાના પાણીની વ્યવસ્થાના અભાવે તેમજ ચા-નાસ્તા માટે હાલાકી ભોગવવી પડે છે. આથી, સામાજિક કાર્યકરોએ દર્દીઓના પરિવારજનોની મદદે આવીને તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પીવાના પાણીનું પરબ શરૂ કર્યું છે. આ ઉપરાંત, ચા-પાણી અને નાસ્તો પણ આપે છે. આ રીતે સામાજિક કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં જ મંડપ નાખીને દર્દીઓના સગાઓની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે.
એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી
મોરબી શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના દર્દીઓ વધી રહા છે. અને સામે એમ્બ્યુલન્સ મળતી ન હોવાની ફરિયાદો બાદ 4 એમ્બ્યુલન્સ સેવા માં રાખવામાં આવી છે. જેમાં હસનદાદા, અલ્તાફભાઈ, પ્રદીપસિંહ, છોટુભાઈ,
રાજુભાઈ ધેલાણી સહિતના સેવા આપી રહા છે
(૧) બાઈટ- રાજુભાઈ દવે- સામાજીક કાર્યકર
(૨) બાઈટ- મુસાભાઈ બ્લોચ
(૩) બાઈટ- કમલેશભાઈ બોરીચા- શિવસેના પ્રેસિડેન્ટ
ટીકર-
➡️ મોરબી સીવીલ હોસ્પીટલમા હિંન્દુ મુસ્લીમ યુવાનો દર્દીઓના વહારે
➡️ કોવિડના દર્દીઓ અને પરીવારજનો માટે સેવા કેમ્પ શરુ કરાયો
➡️ ચા પાણી નાસ્તો ફ્રી ટીફીન સેવા સહિત ચાર એમ્બયુલન્સ મુકી સેવાયજ્ઞ